Ahmedabad Near CTM An 11 Year Old Boy Dies
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: જે હિંચકામાં ઝુલ્યો તે જ હિંચકાની દોરી 11 વર્ષના બાળક માટે બની મોતનું કારણ

અમદાવાદ: જે હિંચકામાં ઝુલ્યો તે જ હિંચકાની દોરી 11 વર્ષના બાળક માટે બની મોતનું કારણ

 | 10:31 am IST

શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી સ્વામી નારાણય સોસાયટીમાં રહેતા 11 વર્ષનો બાળક હિંચકાની નાયલોનની દોરી સાથે મંગળવારે સાંજે સાત વાગ્યે રમતો હતો. રમતા રમતા આ દોરી ગળાનો ફાંસો બની ગયો હતો અને રમતા રમતા તે મોતને ભેટયો હતો.

ઘરમાં રમતની કીકીયારીઓ ચીચીયારીઓમાં બદલાઇ ગઇ હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોત નોધવાની તજવીજ હાથ ધરી છે. અમરાઇવાડી પોલીસે જણાવ્યુ હતુ કે, શહેરના સીટીએમ વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ સોસયટીમાં રુદ્રપાલસિંહ સોલંકી(ઉ.11) પરિવાર સાથે રહેતો હતો.

રુદ્રપાલસિંગ સીટીએમ પાસે આવેલી કર્ણાવતી અંગ્રેજી મીડીયમ સ્કુલમાં અભ્યાસ કરતો હતો. આજે સાંજે તે ઘરના બેઠક રુમમાં લટકાવેલી નાઇલોનની હિચકાની દોરી સાથે રમતો હતો.

રમતા રમતા આ જ દોરી તેના ગળામાં ફસાઇ ગઇ અને તે ગળાનો ફાંસો બની ગયો હતો. જેમાં તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. કરુણ મોત જોઇ પરિવાર હિબકે ચઢયો હતો.

ઘરમાં રમતો હતો ત્યા જ બેઠક રૂમમાં તેનુ મોત નિપજ્યું હતુ. મૃતદેહને પીએમ માટે મોકલી પોલીસે અકસ્માત મોત દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ: બાળકના ગળાનું દોરડુ તેના માટે ફંદો બની ગયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન