Ahmedabad Nithyananda Ashram 18 Years Girl Missing From Ahmedabad Ashram
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના નિત્યાનંદ આશ્રમનો ભાંડોફોડ, યુવતી ગુમ થતા માતાએ ચૌધાર આંસુએ વેદના ઠાલવી

અમદાવાદના નિત્યાનંદ આશ્રમનો ભાંડોફોડ, યુવતી ગુમ થતા માતાએ ચૌધાર આંસુએ વેદના ઠાલવી

 | 8:43 am IST

અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, હાથીજણ હીરાપુર ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં બદી સામે આવી છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનામાં દક્ષિણ ભારતના પરિવારે પોતાની દિકરીને નિત્યાનંદના આશ્રમમાં મૂકી હતી, પરંતુ આશ્રમ સત્તાધીશોએ પરિવારના જાણ બહાર ત્યાંથી અમદાવાદના આશ્રમમાં ખસેડી હતી. જેથી પરિવાર અવાર નવાર પોતાના સંતાનોને મળવા માટે અમદાવાદ ખાતે આવતા હતા.

પરંતુ પરિવાર ત્રણ સંતાનોને મળવા દેવાતા હતા, પરંતુ તેમની મોટી 18 વર્ષની દીકરીને મળવા દેવાતી નહોતી અને બહાના કાઢવામાં આવતા હતા. પરિવાર ચારથી પાંચ વખત આશ્રમમાં આવ્યો પરંતુ પોતાની દીકરીને મળવા ન દેવાતા તેમને શંકા ગઇ હતી. તેમને શોધખોળ કરતા આશ્રમમાં પુત્રી મળી નહોતી. પુત્રીના પિતાને આશ્રમમાંથી કહેવામાં આવ્યું કે પુત્રી પ્રવાસમાં છે. પુત્રીના માતા પિતા ચોથી વખત આ આશ્રમ ખાતે આવ્યા પરંતુ પોતાની દીકરી ન મળતા તેઓને શંકા ગઇ હતી. જેથી તેમને કંઇક અજુગતું લાગ્યું હતું.

ત્યારબાદ આશ્રમ ખાતે માતા ચૌધાર આંસુએ રડી પડ્યા હતા, અને આશ્રમ વિરુદદ્ધ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, મારી બન્ને પુત્રીને સ્વામી નિત્યાનંદે મારી નાખી છે. જ્યારે પિતાએ આક્ષેપ લગાવ્યો હતો કે, નિત્યાનંદ આશ્રમમાં બાળકોને માતા પિતા વિરુદ્ધ ભળકાવવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, સ્વામી નિત્યાનંદ હાલ ફરાર છે અને તેમની સામે કોર્ટની નોટિસ ઇસ્યુ થઈ છે.

યુવતીના માતા પિતાએ આશ્રમ વિરુદ્ધ આક્ષેપ ક્યો હતો કે, અમને પોતાની પુત્રીને મળવા નહોતા દેતા. જેથી દક્ષિણ ભારતના પરિવાર દ્વારા ચાઈલ્ડ વેલ્ફેરમાં જઇને મદદ માંગી હતી. તેમણે આશ્રમ વિરુદ્ધ આક્ષેપ લગાવ્યો છે કે, તેઓ પુત્રીને સ્વામી નિત્યાનંદ વિદેશ લઈ ગયો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદજ ચાઇલ્ડ વેલ્ફેરના અધિકારીઓ અમદાવાદ ખાતે નિત્યાનંદ આશ્રમમાં પહોંચ્યા હતા. શુક્રવારની મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત સાથે પરિવાર ઘટના સ્થળે હાજર થયો હતો. પોલીસે સૌ પ્રથમ તાળું તોડીને આશ્રમમાં પ્રવેશ કર્યો હતો.

તમિલનાડુથી આવેલા સગાનું નિવેદન

આ ઘટનામાં તમિલનાડુથી આવેલા એક સગાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, યુવતી પર આ આશ્રમમાં 10 દિવસ પહેલા રેપની કોશિશ કરાઈ હતી. તેનો વીડિયો યુવતીએ તમિલ ભાષામાં યુટ્યુબ પર મુક્યો હતો. તમિલનાડુથી માતા પિતા સાથે એક સંત પણ આવ્યા છે. આ વીડિયો પુત્રીએ અપલોડ કર્યો હતો, જેથી આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારબાદ હાલ પિતાનું નિવેદન સામે આવ્યું છે કે, મારી પુત્રીએ પોસ્ટ કરેલો વીડિયો હવે આગળ તમામ લોકો જુએ. ગમે તે થાય હું મારી પુત્રીને મેળવીને રહીશ.

પરિવારની જાણ બહાર બેંગલુરુ અમદાવાદ કેમ મોકલ્યા?

બેંગ્લુરું આશ્રમમાં મૂકેલી દીકરીને આશ્રમના સત્તાધીશોએ પરિવારના જાણ બહાર અમદાવાદ ખાતે લાવવામાંઆવી હતી. ગુમ થયેલી યુવતીનાં પિતાનાં જણાવ્યાં પ્રમાણે, તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો એમ ચાર સંતાન છે. જે તમામ બેંગલુરુની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં અને ત્યાંનાં જ નિત્યાનંદ આશ્રમમાં રહેતા હતાં. ચાર મહિનાથી આ બાળકો કે જેમાં ત્રણ સગીર છે અને એક દીકરી 18 વર્ષની છે. આ બાળકોને માતા પિતાને જાણ કર્યા વગર જ બેંગ્લોરનાં આશ્રમમાંથી અમદાવાદનાં આશ્રમમાં મોકલી દેવામાં આવ્યાં. જે બાદ બાળકોનાં માતાપિતા અહીં ચાર મહિનાથી ચારવાર અહીં આશ્રમમાં બાળકોને મળવા આવ્યાં પરંતુ આશ્રમે તેમને મળવા દીધા નહીં.

પરિવારે આખરે કંટાળીનેતેમણે ચાઇલ્ડ વેલ્ફેરમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ વેલ્ફેરના અધિકારીઓ પોલીસ સાથે આશ્રમમાં પહોંચીને માતાપિતાને તેમના ત્રણ સગીર બાળકોને મળવા દીધા પરંતુ જે દીકરી 18 વર્ષની છે તેને મળવા ન દીધી. આ દરમિયાન આ યુવતીનો એક વીડિયો પણ વાયરલ થયો કે જેમાં યુવતી જણાવે છે કે, તેની સાથે આશ્રમમાં શારિરીક અડપલા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન