Ahmedabad Nityanand Ashram In Girl Missing do Not Want To Go With Parents
  • Home
  • Ahmedabad
  • અ’વાદના નિત્યાનંદ આશ્રમમાં ગુમ થયેલી યુવતી કેસમાં સૌથી મોટો વળાંક, હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત

અ’વાદના નિત્યાનંદ આશ્રમમાં ગુમ થયેલી યુવતી કેસમાં સૌથી મોટો વળાંક, હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત

 | 11:36 am IST

અમદાવાદનાં હાથીજણ હીરાપુર ખાતે આવેલો નિત્યાનંદ આશ્રમ ફરી એકવાર વિવાદના મધપૂડામાં સપડાયો છે. નિત્યાનંદ આશ્રમની બેંગલુરુ સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં. પરંતુ તેમને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યાં ન હતા. જેથી તેમણે ચાઇલ્ડ વેલફેરમાં પણ અરજી કરી હતી. મોડીરાત્રે ચાઇલ્ડ વેલફેરની ટીમ અને પોલીસ આશ્રમમાં પહોંચી હતી. ત્યારબાદ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરવામાં આવી હતી પરંતુ તે ત્યાં પણ ક્યાંય મળી ન હતી. જેથી પરિવારે રાતે જ હોબાળો મચાવ્યો હતો.

હાલ આ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે કે, પુખ્તવયની યુવતીઓ પોતાનું નિવેદન આપતા સમગ્ર મામલો સ્પષ્ટ થઇ ગયો છે. પોલીસ સમક્ષ નિવે્દન આપી દીધું કે, હું પુખ્ત છું, મારી મરજીથી હું અહીં રહું છું, મારે હવે માતાપિતા નથી જવું. જેથી આખરે હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવી ગયો છે. આ ઘટનામાં સ્પષ્ટ થઇ ગયું છે કે, બેંગ્લુરું પરિવારના ચાર બાળકોમાંથી એક યુવતી વિદેશ પ્રવાસે છે, જ્યારે સૌથી નાના બે બાળકોને તેમના માતા-પિતા સાથે લઇ ગયો છે. અને એક પુખ્ત વયની છોકરીએ પોતાનું નિવેદન ચાઈલ્ડ વેલ્ફર અને પોલીસ સમક્ષ આપી દીધું છે, એટલે હવે આખરે હાઇવોલ્ટેડ ડ્રામાનો અંત આવી ગયો છે.

ગઇકાલે રાતનાં હોબાળા બાદ અમદાવાદ નિત્યાનંદનાં આશ્રમનાં ગેટ પર તાળા મારી દેવામાં આવ્યાં છે. તેમના અનુયાયીઓને પણ ફોન પર જાણ કર્યા વગર અંદર જવા દેવામાં આવતા નથી. પરિવારે આક્ષેપ પણ કર્યો છે કે આ આશ્રમમાં અનેક બાળકોને ગોંધી રાખવામાં આવ્યા છે. આજે આશ્રમમાં રજા આપી દેવામાં આવી છે. બહારથી તેમના કર્મચારીઓને પણ અંદર આવવામાં દેતા નથી.યુવતીએ પોસ્ટ કરેલા વાયરલ વીડિયોમાં આશ્રમમાં તેની સાથે શારીરિક છેડછાડ થઇ રહી હોવાનું જણાવ્યું છે.

ગઇકાલે આશ્રમ અને પરિવાર વચ્ચે પોલીસની હાજરીમાં જ હોબાળો થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દંપતીના 4 બાળકોમાંથી એક વિદેશ પ્રવાસે છે. હોબાળા બાદ તેમના માતાપિતા 2 સગીર બાળકોને લઈ ગયા છે અને એક તેમની પુખ્ત દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે, તેને પરિવાર સાથે જવું નથી. તેને આશ્રમમાં જ રહેવું છે તેવો દાવો કર્યો છે.

આ યુવતીને તેનાથી નાના અન્ય ત્રણ ભાઇ બહેનો છે. જેમાં એક બહેન વિદેશમાં રહે છે. જ્યારે અન્ય સૌથી નાનો ભાઇ અને બહેન પણ આ જ આશ્રમમાં હતાં. તે બંન્ને સગીર ભાઇ બહેનની કસ્ટડી માતાપિતાને ગઇકાલે સોંપવામાં આવી હતી. જ્યારે પુખ્ત દીકરીએ પરિવાર સાથે જવાની ના પાડી દીધી હતી. સૂત્રો પાસેથી માનવામાં આવી રહ્યું છે કે પુખ્ત વયની યુવતી અમદાવાદનાં જ આશ્રમમાં છે.

બાલ અધિકારી આયોગનાં ચેરમેન જાગૃત્તિબેન પંડ્યા સાથે પણ વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘આ મામલામાં CWCનો રિપોર્ટ આવશે પછી જ હું કોઇપણ નિવેદન આપી શકીશ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન