Ahmedabad No.1 on the molestation of women in Gujarat
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ મહિલાઓ માટે નથી સુરક્ષિત, ‘અભયમ’નો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ મહિલાઓ માટે નથી સુરક્ષિત, ‘અભયમ’નો ચોંકાવનારો ખુલાસો

 | 4:53 pm IST

સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગ સાથે દુરુપયોગ પણ વધી રહયા છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ સાથે ટેલિફોનથી પજવણી અને બ્લેક મેલીંગના સૌથી વધુ મહિલાઓ અમદવાદ માં ભોગ બની છે.

181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનની મુશ્કેલીના સમયમાં મોટી સાંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ મદદ મેળવે છે પણ ઇન્ટરનેટના યુગમાં મોબાઈલ ફોનનો વપરાશ વધતા હવે મોબાઈલ ફોન કરીને યુવતી અને મહિલાને પજવણી અને બ્લેકમેલિંગના કેસો પણ વધ્યા છે. મહિલા પોતાની વ્યથા કોઈને કહી શક્તી નથી તેથી આવા આરોપીઓ લાભ ઉઠાવે છે. છેલ્લા 5 વર્ષમાં ટેલિફોન।, સોશિયલ નેટવર્ક, સાઇબર અને ફિઝિકલ રીતે મહિલા અને યુવતીને પરેશાન કરતા કેસોમાં વધારો થયો છે. છેલ્લા 5 વર્ષમાં મહિલાઓને ટેલિફોન દ્વારા બ્લેકમેલિગ અને પજવણીના કેસો આ આંકડા પર નજર કરીયે તો

ફોન દ્વારા
અમદાવાદ 3483
વડોદરા 1604
સુરત 1705
રાજકોટ 1209

અમદાવાદમાં સૌથી વધુ યુવતી અને મહિલાઓને ફોન દ્વારા પજવણીના કેસ નોંધાયા છે ત્યાર બાદ મહિલાઓ અને યુવતીને ફોન દ્વારા થતી પજવણીમાં વડોદરા બીજા અને સુરત 3 ક્રમે છે. મહિલાઓ અને યુવતીને થતી પરેશાનીને લઈને 181 મહિલા હેલ્પલાઇન 2014માં શરૂ કરવામાં આવી છે. જેમાં દર મહિને લગભગ પુરા ગુજરાતમાંથી એવરેજ 15 હજાર જેટલી મહિલાઓ દર મહિને પોતાની સાથે થતી હિંસા લગ્ન જીવનની તકલીફ, સાયબર ગુનાઓ અંગેની માહિતી મેળવે છે. છેલ્લા 5 વર્ષમાં મહિલાઓ અને યુવતી સાથે ફિઝિકલ હેરાનગતિના કેસો પર નજર કરીએ તો

ફિઝિકલ
અમદાવાદ 1758
વડોદરા 1378
સુરત 1039
રાજકોટ 974

આમ મહિલાઓ અને યુવતીને ફિઝિકલ પરેશાનીનો સામનો કરતા મહિલા હેલ્પલાઇન 181નો સહારો લીધો છે. આમ વર્ષ વાર નજર કરીયે તો અમદાવાદમાં 2017માં મહિલાઓ અને યુવતીઓ સાથે ટેલિફોન સોશિયલ નેટવર્ક તેમજ ફિઝિકલ રીતે પજવણીના 1175 કેસ નોંધાયા છે. 2018માં આ આંકડો વધીને 1455 થયો છે અને ચાલુ વર્ષે અત્યાર સુધી 1195 કેસ મહિલાઓ અને યુવતી સાથે પજવણીના બન્યા છે.

મહિલાઓને પડતી મુશ્કેલીના હલ માટે 181 મહિલા હેલ્પ લાઈન શરૂ કરાઈ છે અને આ પ્રકારના કોલ એવરેજ 15 હજાર કોલ મળે છે અને 95 ટકા કેસને અભિયાનની ટીમ દ્વારા હલ કરાય છે. તેના માટે અમદવાદમાં અભયમનો 156નો સ્ટાફ, 29 કાઉન્સિલર, 11 કોન્સ્ટેબલ અને અભયમની 47 વેન આવી સમસ્યાના નિરાકરણ માટે સતત કામ કરે છે.

જોકે ટેલિફોનિક અને ફિઝિકલ બ્લેકમેલિગ અને પજવણીનો શિકાર 18 થી 30 વર્ષની યુવતીઓ વધારે બનતી હોય છે ત્યારે અમદાવાદમાં રેહતી યુવતીઓનું કેહવું છે કે સોશિયલ મીડિયામાં પોતાના પર્સનલ જીવનને લગતી પોસ્ટ કરવાની ટેવ હોય છે સાથે જ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી પણ આ પ્રકારના બનાવ વધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન