Ahmedabad, North-Central And Saurashtra Two Day Heavy To Heavy Rainfall
  • Home
  • Featured
  • આગામી બે દિવસ આ વિસ્તારોમાં રહેશે ભારેથી અતિભારે વરસાદ, રાજકોટમાં 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

આગામી બે દિવસ આ વિસ્તારોમાં રહેશે ભારેથી અતિભારે વરસાદ, રાજકોટમાં 70 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

 | 2:34 pm IST

ગુજરાતમાં હાલ વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે. સિયાર ઝોન અને ઓફશોર ટ્રાફ સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ ભારે વરસાદની આગાહીનાં પગલે 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાનારા પવનના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

અમદાવાદ આજે સવારથી મેઘરાજા વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે, તેમ છતાં હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગર માટે આગામી 24 કલાક ભારેથી અતિભારે જણાવ્યા છે. રાજ્યમાં ફરી બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવા ના કારણે મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે. હવામાન વિભાગે દરિયા કિનારાઓના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. દરીયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત દરિયામાં પણ ભારે તોફાનની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, સોમવારે રાજકોટમાં વરસાદે 70 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 2 કલાકમાં ધોધમાર 2 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં ચાલુ વર્ષે મોસમનો કુલ 56 ઇંચ વરસાદ થયો છે. અગાઉ 2010માં 55.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. 2019માં 56 ઇંચ વરસાદ નોંધાતા 70 વર્ષ રેકોર્ડ તૂટ્યો છે.

રાજ્યમાં વરસાદની વાત કરીએ તો, કચ્છમાં 142 ટકા, મધ્ય ગુજરાતમાં 104 ટકા, દક્ષિણ ગુજરાતમાં 123 ટકા અને સૌરાષ્ટ્રમાં 112 ટકા એમ સીઝનનો 100 ટકાથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 90 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ જુઓ વીડિયો:નર્મદાનો કરજણ ડેમ હાઈએલર્ટ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન