Ahmedabad now bodakdev become a hotspot for corona Three Cases in Gujarat
  • Home
  • Ahmedabad
  • અ’વાદ: બોડકદેવ હોટસ્પોટ લિસ્ટમાં, આ જાણીતા ફ્લેટની બે મહિલાઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ

અ’વાદ: બોડકદેવ હોટસ્પોટ લિસ્ટમાં, આ જાણીતા ફ્લેટની બે મહિલાઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ

 | 1:47 pm IST

રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યું હોય તેમ એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં અંદાજે 30 જેટલા કેસમાં વધારો થયો છે. અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. જેમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે. અમદાવાદમાં 15 લોકો વિદેશથી આવેલા સંક્રમિત છે. જ્યારે 27 આંતરરાજ્ય અને 35 લોકલ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અમદાવાદમાં કોરોના પોઝિટીવ આવેલા દર્દીઓની એક યાદી બહાર પાડી હતી. તેમાં પશ્ચિમ એરિયામાં હવે કોરોના વાયરસે પ્રવેશ કર્યો હોવાની વાત સામે આવે છે. આજે અમદાવાદમાં 14 કેસોમાંથી ત્રણ કેસ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાંથી સામે આવ્યા છે. અગાઉ અમદાવાદના બોડકદેવમાં એક વૃદ્ધનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું તે દિશામાં હવે તેમની પત્નીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

બોડકદેવના આ વૃદ્ધના કોરોના રિપોર્ટની વાત કરીએ તો દેવપ્રીત એપાર્ટમેન્ટમાં રહેતા અને કોરોનાથી મોતને ભેટેલા 67 વર્ષીય વૃદ્ધ શૈલેષ ધ્રુવના પત્ની રીટાબેન ધ્રવનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શૈલેષ ધ્રુવનું શુક્રવારે કોરોનાથી મોત થયું હતું. લોકલ ટ્રાન્સમિશનના કારણે આ વૃદ્ધને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, જેને પગલે 30 માર્ચે સોલા સિવિલ ખાતે દાખલ કરાયા હતા. બોડકદેવના વૃદ્ધ ડાયાબિટિસ અને હાયપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. તેમના પત્નીનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો હતો.

આ સિવાય બોડકદેવમાં બે બીજા નવા કેસો પોઝિટીવ આવ્યા છે, તેની વાત કરીએ તો, બોડકદેવના દેવરાજ ટાવરમાં એક 59 વર્ષીય સોનલબેન શાહ અને તેજ ફ્લેટમાં રહેતા 33 વર્ષના મોનલ શાહ એમ બે મહિલાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેને પગલે વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ સમગ્ર ઘટનાને લઈને દેવરાજ ટાવરને ક્લસ્ટર ઝોનમાં મૂકી ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યું છે. એક જ ફ્લેટમાં બે મહિલાના ટેસ્ટ પોઝિટિવ આવતા ફ્લેટમાં રહેતા તમામ લોકોના આરોગ્યની તપાસ હવે તંત્ર દ્વારા કરવામાં આવશે. જે પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાશે તેમના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપવામાં આવશે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાએ પગપેસરો કરતા તંત્ર દોડતું થઈ ગયું છે અને મોટી ચિંતામાં પેઠું છે. આજને બોડકદેવમાં 3 પોઝિટીવ કેસો સામે આવતા વિસ્તારને હોટસ્પોટ તરીકે જાહેર કરી દેવામાં આવ્યો છે.

જુઓ આ પણ વીડિયો: મોરબીમાં બેન્ક બહાર રૂપિયા ઉપાડવા લોકોની લાગી લાઈન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન