ahmedabad odhav billding major-corruption poor-housing-scheme
  • Home
  • Ahmedabad
  • AMCની પોલંપોલ, બિલ્ડિંગોના ચણતરમાં સિમેન્ટના પ્લાસ્ટરને લઈ મોટો ઘટસ્ફોટ

AMCની પોલંપોલ, બિલ્ડિંગોના ચણતરમાં સિમેન્ટના પ્લાસ્ટરને લઈ મોટો ઘટસ્ફોટ

 | 9:31 am IST

અમદાવાદના ઓઢવમાં 4 માળના સરકારી વસાહતની બિલ્ડિંગ એક બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. હાલ આ ઘટનાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. આ સિવાય આ બિલ્ડિંગ બનાવવામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેનો સમગ્ર ચિતાર આ ઘટનાથી પર્દાફાશ થઈ રહ્યો છે. હાલ એવું કહેવાય છે કે જે બિલ્ડિંગ ધારાશાયી થઈ તેના બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ્સ વાપરવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ગુરૂદ્વારા પાસેની આવાસ યોજનાનો મોટો હિસ્સો ધરાશાયી થતા 10થી વધુ લોકો દટાયા હતા. જેમાંથી 6 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી લેવાયા હતા, જ્યારે હજી પણ 2 લોકો કાટમાળ નીચે હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તેમને શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

ઓઢવની બનેલી આ ઘટનાને કારણે સરકારી વસાહતમાં બનાવવામાં આવેલી બિલ્ડિંગોની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે. કાટમાળની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બિલ્ડિંગમાં બે ઈંટો વચ્ચે જે સિમેન્ટ પૂરવામાં આવે તેમાં સિમેન્ટ જ નહીં હોવાનું ખૂલેલા પ્લાસ્ટર પરથી ઘટસ્ફોટ થયો છે.

હાલ પ્લાસ્ટરનું મટીરિયલ્સ, ઈંટોની ચણતરની પેટર્ન સહિત બિલ્ડિંગની ડિઝાઈનની તપાસ કરાશે. આ જ પ્રકારે હજુ પણ અહીં સરકારી વસાહતમાં 70 જેટલા બ્લોક છે, જેમાં દરેકમાં તિરાડો પડેલી હોવાથી ખાલી કરાવવામાં આવશે. શહેરના કલેકટર વિક્રાંત પાંડે અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ આ ઘટનાને કારણે સતર્ક થઈ ગયા છે, અને તપાસના આદેશ આપ્યા છે.

ઓઢવમાં રવિવારે રાત્રે આઠ વાગ્યાના અરસામાં બે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. પ્રાથમિક તબક્કે 6 લોકોને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હજી પણ 2 લોકો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા અને 1નું મોત નિપજ્યું હતું.