અમદાવાદ: દર્દીએ મહિલા કર્મચારી પર કર્યો હુમલો, ટ્રોમા વોર્ડમાં ઈજાગ્રસ્ત મહિલા - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: દર્દીએ મહિલા કર્મચારી પર કર્યો હુમલો, ટ્રોમા વોર્ડમાં ઈજાગ્રસ્ત મહિલા

અમદાવાદ: દર્દીએ મહિલા કર્મચારી પર કર્યો હુમલો, ટ્રોમા વોર્ડમાં ઈજાગ્રસ્ત મહિલા

 | 10:09 am IST

અમદાવાદમાં આવેલી એલજી હોસ્પિટલમાં એક મહિલા કર્મચારીને માર મર્યાની ઘટના બની છે. ગીતાબેન અતુલભાઈ સોલંકી નામની મહિલા સફાઈ કામદાર છે અને છેલ્લા 10 વર્ષથી એલ.જી.હોસ્પિટલમાં ફરજ બજાવે છે. એક જ કીડની ધરાવતી મહિલા કર્મચારીને દર્દીના સગાઓએ માથાના વાળ પકડીને ઢસડીને ઢોર માર મારતા બેભાન અવસ્થામા ટ્રોમા વોર્ડમાં દાખલ કરાઈ છે.

મહિલા કર્મચારીને પેશન્ટ અને તેના સગા દ્વારા માર મારવામાં આવ્યો છે. જેથી મહિલા ઇજાગ્રસ્ત થતાં તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ ઇજાગ્રસ્ત સફાઈ કામદાર મહિલા એક પછી એક એમ બે પેશન્ટને સોનોગ્રાફી કરાવવા માટે બન્નેને અલગ વોર્ડમાં લાવી હતી. આ દરિમયાન એક પેશન્ટ સાથે થોડી રકઝક થઈ હતી.

બાદમાં પેશન્ટ અને તેના સગા દ્વારા આ સફાઈ કામદાર મહિલાને ગડદાપાટુનો માર મારી તેમજ વાળ ખેચીને માર મરાયો હતો. તેવો આ ઇજાગ્રસ્ત મહિલાએ આક્ષેપ કર્યો છે. જો કે આ મારથી કર્મચારી મહિલા બેભાન થઈ ગઈ હતી.જેથી તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં જ ભરતી કરીને સારવાર આપવામાં આવી છે. સારવાર આપ્યા બાદ હાલ તો આ મહિલાની તબિયત સુધારા પર છે. આ ઘટનાને લઈને મહિલાએ ફરિયાદ પણ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન