Ahmedabad: People Made Fun of Janta Curfew, Video Viral On Net
  • Home
  • Ahmedabad
  • અમુક પબ્લિક સુધરે જ નહીં! ઘરે બેઠાં થાળીઓ વગાડવાની હતી, લોકોએ જશ્ન મનાવતાં હોય એમ રેલી કાઢી

અમુક પબ્લિક સુધરે જ નહીં! ઘરે બેઠાં થાળીઓ વગાડવાની હતી, લોકોએ જશ્ન મનાવતાં હોય એમ રેલી કાઢી

 | 8:36 pm IST

આપણી દેશી પબ્લિક ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ કેમ ન હોય, પણ સુધરે જ નહીં. હાલ ગુજરાતમાં કોરોના વાયરસને લઈ એક મોત થઈ ચૂક્યું છે. 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. સરકારે જ્યાં જ્યાં પોઝિટિવ કેસ આવ્યા ત્યાં બધા 6 જિલ્લાઓમાં લોકડાઉન કરી દીધું. કોરોના ન ફેલાય તે માટે પીએમ મોદીએ જનતા કરફ્યુનું એલાન કર્યું. સાથે જ કોરોના સામે જંગ લડનાર યૌદ્ધાઓ માટે આભાર વ્યક્ત કરવા ઘરે બેઠાં કે બારીઓમાંથી થાળીઓ વગાડવાનું કહ્યું હતું. પણ અમુક લોકોએ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરી જ લીધું હતું, અને ઝુંડે ઝુંડમાં જાણે કે ભારતે કોઈ મહાન સિદ્ધિ હાંસલ કરી હોય તેમ જશ્ન મનાવવા માટે રસ્તાઓ પર નીકળી પડ્યા હતા.

સોશિયલ મીડિયામાં આવાં અનેક વીડિયો વાઈરલ થયા છે, જેમાં બુદ્ધિ વગરનાં લોકો રસ્તાઓ પર નીકળી ઢોલ નગારાના નાદ સાથે જશ્ન મનાવી રહ્યા છે. જાણે કે કોઈ ઉજવણી ચાલતી હોય તેમ કિકિયારીઓ પાડતાં હતા. રેલી અને સરઘસ કાઢ્યું હતું. અમદાવાદનો આવો જ એક વીડિયો વાઈરલ થયો છે. અને બીજી અનેક જગ્યાઓનાં વીડિયો વાઈરલ થયા છે.

આપણી દેશી પબ્લિકને સોશિયલ મીડિયામાં અનેક લોકો રીતસરની ગાળો આપી રહ્યા છે. અને કેમ ન આપે, આવાં લોકોને જ કારણે ગુજરાતમાં પણ કોરોના કાળો કહેર મચાવશે. સરકાર આટઆટલી વિનંતીઓ કરે છે, લોકોને ઘરે બેસવા સમજાવે છે. પણ ના આપણી પબ્લિકને મોજ કરવા જ જોઈએ, ઉત્સવો જ મનાવવા છે. આ લોકોને કેમ આ મહામારીની ગંભીરતા ખબર નથી પડતી. કોઈ આટલા અક્કલમઠ્ઠા કેવી રીતે થઈ શકે છે. તેવા અનેક સવાલો લોકો સોશિયલ મીડિયામાં આ લોકોને પુછી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન