Ahmedabad: People make Excuses to Avoid Traffic Challan
  • Home
  • Ahmedabad
  • ‘હેલ્મેટ પહેરવાથી મગજ ફરી જાય છે’, જાણો અમદાવાદીઓએ પોલીસને કેવા-કેવા બહાના કહ્યા

‘હેલ્મેટ પહેરવાથી મગજ ફરી જાય છે’, જાણો અમદાવાદીઓએ પોલીસને કેવા-કેવા બહાના કહ્યા

 | 10:22 pm IST

ગુજરાતમાં આજે નવા ટ્રાફિક નિયમોનો અમલ શરૂ થઈ ગયો. અને એ સાથે જ પ્રજાના નવા નવા બહાના પોલીસને સાંભળવા મળ્યા હતા. તો અમે તમને જણાવીશું કે અમદાવાદીઓએ પોલીસને કેવા કેવા બહાના ગણાવ્યા. આ બહાનાને સાંભળીને તમે પણ હસવા લાગશો. તો પોલીસવાળા પણ આ બહાના સાંભળીને માથું ખંજવાળા લાગ્યા હતા.

અકસ્માત બાદ હેલ્મેટ પહેરવાથી મગજ ફરી જાય છે

શિવરંજની ચાર રસ્તા પાસેથી એક્ટિવા લઈ જતી મહિલાએ કહ્યું કે, મારા માથે વાગ્યું હોવાથી ડોક્ટરે હેલ્મેટ પહેરવાની ના પાડી છે. હું હેલ્મેટ પહેરૂં તો મારૂ મગજ ફરી જાય છે. પછી હું શું કરું છું તેની ખબર જ રહેતી નથી ? પોલીસે આખરે મહિલાને જવા દીધી હતી.

સાહેબ હેલ્મેટ છે પણ માથે વાગ્યું હોવાથી પહેરી નથી

મોટર સાઈકલ પસાર થઈ રહેલ ચાલકે કહ્યુ હતુ કે, મારી પાસે હેલ્મેટ છે. પરંતુ માથે વાગ્યુ હોવાથી હું પહેરી શકતો નથી. આ પછી બાઈક ઉપર લગાવેલી હેલ્મેટ પોલીસે બતાવી હતી, જો કે, પોલીસે ચાલકને કહ્યુ કે, ડોકટરનું સર્ટીફીકેટ લઈને ફરો.

મારી પાસે હેલ્મેટ ખરીદવાના પૈસા નથી

પાલડી ભઠ્ઠા પાસેથી એકટીવા પર પસાર થઈ રહેલા ચાલકને પોલીસે પુછયુ કે, કેમ હેલ્મેટ પહેરી નથી તો ચાલકે પોલીસને કહ્યું કે, મારી પાસે હેલ્મેટ ખરીદવાના પૈસા નથી. એટલે હું શેઠ પાસે પૈસા લઈને હેલ્મેટ ખરીદવા જઈ રહ્યો છું.
—-
હેડ કોન્સ્ટેબલ આવે પછી કાર્યવાહી કરીશું

શિવરંજની ચાર રસ્તા પાસેથી હેલ્મેટ પહેર્યા વગર પસાર થઈ રહેલા વાહનોની ટીવીનો રિપોર્ટર ગણતરી કરી રહ્યો હતો આ જોઈને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ટીવીના રિપોર્ટર પાસે આવીને કહ્યુ કે, અત્યારે અમે તો ટ્રાફીક નિયમન અંગે કાર્યવાહી કરીશું. કારણ કે વાહન ચાલકને મેમો આપવાની સત્તા હેડ કોન્સ્ટેબલને છે. હેડ કોન્સ્ટેબલ ૧૦.૩૦ વાગે આવશે પછી કાર્યવાહી કરીશું.

પોલીસ નજરે નહીં પડતા વાહન ચાલકો હેલ્મેટ વગર શહેરમાં ફર્યા

શહેરના કોટ વિસ્તારમાં ટ્રાફીક પોલીસ નહીવત દેખાતા વાહન ચાલકોએ રાહતના દમ લીધો હતો અને બિન્દાસ હેલ્મેટ પહેરયા વગર ટુ વ્હીલર લઈને ફરતા નજરે પડયા હતા. એટલુ જ નહીં સ્થાનિક પોલીસ મથકના પોલીસ જવાનો દરરોજ સવાર અને સાંજના સમયે વાહન ચેકીંગ કરતા હતા તે આજે રસ્તા ઉપર નજરે પડયા નહોતા.જો કે, શહેરની મોટાભાગની પોલીસ વડાપ્રધાનના બદોબસ્ત માટે એરપોર્ટ ગઈ હોવાથી શહેરમાં નજરે પડી નહોતી.

આ વીડિયો પણ જુઓઃ

ટ્રાફિક નિયમો સામે ગુજરાતીઓના અવનવા નાટકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન