Ahmedabad PG At CG Road Boy Enter C aretaker Women Molested video-viral
  • Home
  • Ahmedabad
  • અ:વાદ: અડધી રાત્રે ગર્લ્સ PGમાં ઉંઘતી યુવતી સાથે છેડતી બાદ થયું ગંદુ કામ, ઘટના CCTVમાં કેદ

અ:વાદ: અડધી રાત્રે ગર્લ્સ PGમાં ઉંઘતી યુવતી સાથે છેડતી બાદ થયું ગંદુ કામ, ઘટના CCTVમાં કેદ

 | 1:04 pm IST

ગુજરાતના વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં PGમાં રહેતી એક કેરટેકર યુવતીની છેડતી ઘટના સામે આવી છે. અમદાવાદના પીજીમાં અડધી રાત્રે એક યુવક ઘૂસીને યુવતીના રૂમમાં ધસી આવ્યો હતો. આ યુવક યુવતીના રૂમમાં પ્રવેશીને શારીરિક અડપલાં કર્યા હતા.

આ સમગ્ર ઘટના પીજીમાં લાગેલા CCTVમાં કેદ થઇ હતા. આ ઘટનામાં છેડતી કરનાર શખ્સ ડિલિવરી બોય હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરામાં વિકૃત યુવકે શારીરિક અડપલાં કરી પકડાઇ જવાના બીકે ફરાર થઇ ગયો હતો.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સીજી રોડ પર આવેલા PGમાં એક યુવકના ખરાબ કામ CCTVમાં કેદ થઈ ગયા છે. આ વ્યક્તિ 14 જૂને રાત્રે લગભગ 12.50 વાગે પીજીમાં ધાબા પરથી ધૂસે છે. પીળી ટીશર્ટ અને જીન્સ પહેરેલો આ શખ્સ ત્રીજા માળ પર પહોંચીને દરવાજો ખોલે છે. તેણે ચેક કર્યું કે કોઇ તેને જોતું તો નથીને, પછી તેણે કાઉચ પર ઉંઘતી કેરટેકરને વાંધાજનક અડપલા કર્યા હતા. આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઇ હતી.

યુવકે કેરટેકર યુવતીના રૂમમાં પ્રવેશીને શારીરિક અડપલા કરીને અભદ્ર વર્તન કર્યું હતું. તેણે જોયું કે, યુવતી ભારે ઉંઘમાં છે અને જાગશે નહીં, તો તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો, અને આ પછી ખરાબ રીતે અડપલા કર્યા હતા. ત્યારબાદ યુવકે છોકરીની સામે ઉભા રહીને માસ્ટરબેટ કરવાનું શરૂ કર્યું હતું.

PGમાં રહેતી છોકરીઓમાં આ ઘટનાને લઇને ભારે ગુસ્સો છે. તેઓ જણાવી રહી છે કે આટલું ભાડું ચૂકવતા હોવા છતાં સુરક્ષા મળતી નથી. આ ઘટનાને લઇને PGમાં રહેતી યુવતીઓ કેટલી સલામત છે? તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન