અમદાવાદમાં 'પબજી' ગેમ રમતા ઝડપાશો તો થશે આકરી સજા - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં ‘પબજી’ ગેમ રમતા ઝડપાશો તો થશે આકરી સજા

અમદાવાદમાં ‘પબજી’ ગેમ રમતા ઝડપાશો તો થશે આકરી સજા

 | 9:10 pm IST

નાના બાળકો માટે જોખમી ગણાતી ‘બ્લુ વ્હેલ’ અને ‘મોમો’ ગેમ બાદ ઓનલાઈન રમાતી પબજી ગેમે પણ નાના બાળકોથી લઈને મોટી વયના યુવાનોને પોતની માયાઝાળમાં ફસાવી લીધા છે. ઓનલાઈન રમાતી પબજી ગેમ પર પ્રતિબંધ મૂકાવાની છેલ્લા ઘણા સમયથી માગ ઉઠી હતી અને ગત જાન્યુઆરી મહિનામાં શિક્ષણ વિભાગ દ્વારા પણ પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. ત્યારે અનેક ફરિયાદો ઉઠતાં અમદાવાદ પોલીસ વિભાગે પણ આખરે આ ગેમ પર પ્રતિબંધ મુકતુ જાહેર નામુ બહાર પાડયું છે. જેથી પોલીસના જાહેરનામાં પ્રમાણે, હવે ‘પબજી’ ગેમ રમતા પકડાશો તો જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે.

બુધવારે અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે પબજી ગેમ પર પ્રતિબંધ લાદતુ જાહેર નામું બહાર પાડી જણાવ્યુ છે કે, અમદાવાદ શહેર વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ ‘પબજી’ ગેમ રમતો ઝડપાશે તો તેની સામે કલમ-188 તથા ગુજરાત પોલીસ એક્ટ-135 મુજબ શિક્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકો પોતાનું શૈક્ષણિક કાર્ય બાજુ પર મૂકીને પબજી ગેમના રવાડે ચડી ગયાં હોવાની ફરિયાદો ઉઠી છે. જેના પગલે ગત જાન્યુઆરીમાં રાજ્યના શિક્ષણ વિભાગે પરિપત્ર જારી કર્યો હતો કે, બાળકોને પબજી રમતને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત જાહેર કરવામાં આવે અને લોકજાગૃતિ કેળવાય તેના માટે સ્કૂલમાં શિક્ષકો દ્વારા સુચનો કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન