Ahmedabad Police Arrest Father over 6 yr old son case
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં સગા પિતા બાથરૂમમાં 6 વર્ષનાં પુત્ર સાથે કરતો ગંદું કામ, બૂમાબૂમ કરતાં માતા આવી અને…

અમદાવાદમાં સગા પિતા બાથરૂમમાં 6 વર્ષનાં પુત્ર સાથે કરતો ગંદું કામ, બૂમાબૂમ કરતાં માતા આવી અને…

 | 10:34 pm IST

અમદાવાદમાં સગા પિતાએ જ પોતાના પુત્ર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નારોલ વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં સગા પિતાએ તેના 6 વર્ષના માસુમ સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ મામલે નારોલ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા અને સિલાઈ કરતાં એક પિતાએ તેના 6 વર્ષના બાળકને હવસનો ભોગ બનાવ્યો હતો. આરોપીએ તેની હવસ પુરી કરવા માટે તેના જ છોકરાને ઘરમાં આવેલ બાથરૂમમાં લઇ ગયો અને બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જો કે પોતાના જ પિતા દ્વારા કરવામાં આવી રહેલ અત્યાચારને લઈને બાળકે બુમાબુમ શરૂ કરી હતી અને બુમાબુમ સાંભળીને તરત તેની માતા બાથરૂમ તરફ પહોંચતા પોતાની આંખ સામે જ પતિને રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ઘટના થોડા સમય પહેલાંની છે પણ સમાજમાં બદનામી થવાની બીકે પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો ન હતો. પરંતુ આખરે બાળકની માતાએ પતિને સજા આપવાનું મકક્મ કરીને પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છૂટક કામ કરતાં 37 વર્ષીય આરોપી નશાનો બાંધણી છે અને નશાની હાલતમાં જ આ પ્રકારના કૃત્યને અંજામ આપ્યું હોવાની પોલીસને આશંકા છે. હાલ તો પોલીસે આરોપીને ઝડપી તેની પુછપરછ શરૂ કરી છે.

આ વીડિયો પણ જુઓઃ વિપક્ષી નેતાએ બૉર્ડમાં કોરોનાની ચર્ચા ન થતાં રિક્વિઝેશન બેઠક બોલાવવાની માંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન