Ahmedabad Police Commissioner Issued Notification for Speed Limit of Vehicles
  • Home
  • Ahmedabad
  • અમદાવાદીઓ હવે ફૂલ સ્પીડમાં વાહન હંકારતાં ચેતી જજો, પોલીસ કમિશનરે બહાર પાડ્યું આ જાહેરનામું

અમદાવાદીઓ હવે ફૂલ સ્પીડમાં વાહન હંકારતાં ચેતી જજો, પોલીસ કમિશનરે બહાર પાડ્યું આ જાહેરનામું

 | 7:11 pm IST

અમદાવાદમાં રસ્તાઓ તેમજ હાઈવે પર વધતાં જતાં અકસ્માતનાં બનાવોને લઈ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં અમદાવાદમાં વાહનો પર સ્પીડની મર્યાદા નક્કી કરવામાં આવી છે. અને જો આ સ્પીડથી વધારે સ્પીડમાં વાહન ચલાવતાં જાહેરનામાના ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘના જાહેરનામા પ્રમાણે મોટર વ્હીકલ એક્ટ, 1988ની કલમ 112 (2) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હદમાં આવતા એક્સપ્રેસ-વે, નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તથા શહેરમાંના અન્ય માર્ગ ઉપર પસાર થતાં વાહનો અકસ્માતો ઘટાડવા અને વધારે ગતિવાળા વાહનોના અકસ્માતથી થતી ઇજા-નુકસાનની માત્રા ઘટાડી માર્ગ સલામતી સ્તરમાં સુધારણા સાથે રાહદારી અને મુસાફરી કરતાં નાગરીકો સહીત જાહેર જનતાને સુરક્ષા પ્રદાનન કરવા હેતુસર વાહનોની ગતી મર્યાદા સંબંધે હુમક કરવામાં આવ્યો છે.

કયા વાહનો પર કેટલી ગતિ મર્યાદાઃ

ભારે, મધ્યમ, વાહનોની સ્પીડ 40 કિમી/ કલાક
ફોરવ્હીલ વાહનો માટે 60 કિમી/કલાક
થ્રી વ્હીલર વાહનો માટે 40 કિમી/ કલાક
ટુ વ્હીલર વાહનો માટે 50 કિમી/ કલાક
ઈમરજન્સી વાહનો માટે જાહેરનામું લાગુ નહીં પડે

આ જાહેરનામાની જોગવાઇ એમ્બ્યુલન્સ, મેડિકલ ઇમર્જન્સી સંલગ્ન વાહનો, પોલીસ સુરક્ષામાં કોન્વોય પ્રવાસરૂપે કરી રહેલા સુરક્ષીત મહાનુભાવોના વાહનો, ફાયર ફાયટર, ઇમરજન્સી સર્વિસમાં રોકાયેલા પોલીસ વહીવટીતંત્રના વાહનોને લાગુ પડશે નહીં. આ આદેશનું ઉલ્લંઘન કરનાર મોટર વ્હીકલ એક્ટ 1988 કલન -183 (1),(2), 184 અને IPC-188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન