અમદાવાદ: આઇપીએસ અધિકારીને ખુશ કરવા જવાનું કોન્સ્ટેબલને ભારે પડયું - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: આઇપીએસ અધિકારીને ખુશ કરવા જવાનું કોન્સ્ટેબલને ભારે પડયું

અમદાવાદ: આઇપીએસ અધિકારીને ખુશ કરવા જવાનું કોન્સ્ટેબલને ભારે પડયું

 | 9:27 pm IST

અમદાવાદના એક આઇપીએસ અધિકારી પરિવાર સાથે સી.જી રોડ પરની હોટેલમાં જમવા ગયા હતા. તે વખતે એક કોન્સ્ટેબલ પણ ત્યાં હતો. આઇપીએસને જોઈને તેના ઉપરી અધિકારીને જાણ કરી હતી. આઇપીએસ બિલ ચૂકવવા ગયા ત્યારે હોટેલના મેનેજરે બિલ લેવાની ના પાડી દીધી હતી. આ બિલ કોન્સ્ટેબલે ચૂકવી દીધું હતું અને આઇપીએસને સેલ્યુટ કરતાં તેઓ ગુસ્સે થઈ ગયા હતા. પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનું કહેતાં ડરી ગયો હતો. અધિકારીને આજીજી કરતાં ફરીથી આવી ભૂલ નહીં કરવાનું વચન આપતાં સસ્પેન્ડ કરવાનું માંડી વાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા એક આઇપીએસની પુત્રી વિદેશમાં રહે છે. પરંતુ થોડા દિવસ પહેલાં તે પોતાના માતા-પિતાને મળવા અમદાવાદ આવી છે. આખા શહેરની સુરક્ષા કરનાર અધિકારી નોકરીના કારણે પરિવાર માટે પૂરતો સમય આપી શકતા નહોતા પોતાના પરિવારને ખુશ કરવા માટે સી.જી રોડ પરની એક હોટેલમાં આઇપીએસ જમવા ગયા હતા. તેઓ જમીને બિલ ચૂકવવા ગયા ત્યારે વેઇટરે ના પાડી દીધી હતી. જેના કારણે તેઓ મેનેજરને મળ્યા હતા. બિલ નહીં લેવાનું કારણ પૂછતાં એક કોન્સ્ટેબલે બિલ ચૂકવી દીધું હોવાનું જણાવ્યું હતું. જો કે આઇપીએસ અધિકારીએ પોતાનું બિલ લઇ લેવા માટે જણાવ્યું હતું. આનાકાની બાદ પણ છેલ્લે તેમણે બિલ ચૂકવી દીધું હતું.

આઇપીએસ હોટેલની બહાર નીકળ્યા કે તરત જ તેમણે એક કોન્સ્ટેબલ સેલ્યુટ કરીને સર જમવાનું બરાબર હતું ને તેમ પૂછતાં જ તેઓ ગુસ્સે થઈ ગયા હતા. તાત્કાલિક તેણે સસ્પેન્ડ કરવાનું કહેતાં કોન્સ્ટેબલ ગભરાઈ ગયો હતો. તેણે આઇપીએસ અધિકારીને કહ્યું હતું કે સાહેબ મેં તમને પરિવાર સાથે જોયા એટલે બિલ ચૂકવી દીધું. અગાઉ કેટલાક અધિકારીઓનું મેં બિલ આપ્યું જ હતું. તે અધિકારીઓને ગમતું હોય છે એટલે જ મે તમારું બિલ પણ ચૂકવી દીધું હતું. ફરીથી કયારેય આવી ભૂલ નહીં કરે તેવી રજૂઆત કરી હતી. જેથી આઇપીએસ અધિકારીને રજૂઆત કરતા તેમણે દયા આવતાં સસ્પેન્ડ કરવાનું કેન્સલ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન