Ahmedabad Police On high alert for Navratri 2021
  • Home
  • Ahmedabad
  • નવરાત્રિને લઈને પોલીસ એક્શનમાં, સોશિયલ મીડિયા પરથી રાખશે નજર

નવરાત્રિને લઈને પોલીસ એક્શનમાં, સોશિયલ મીડિયા પરથી રાખશે નજર

 | 6:30 pm IST
  • Share

  • નવરાત્રિને લઈને પોલીસનો બંદોબસ્ત
  • કોવિડ નિયમોના પાલન માટે મહોલ્લા મિટિંગનું આયોજન
  • હૉટલો અને બજારોમાં ખાનગી વૉચ રખાશે

 

આવતીકાલથી ગુજરાતમાં નવરાત્રિ પર્વને લઈને સરકાર દ્વારા માત્ર શેરી ગરબાને જ કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે મંજૂરી આપવામાં આવી છે. કોરોના કાળમાં ઉજવાઈ રહેલા નવરાત્રિ પર્વને પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. જેમાં અમદાવાદ પોલીસ દ્વારા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવવામાં આવ્યો છે.

નવરાત્રિના પર્વમાં ગરબા દરમિયાન લોકોને સમય મર્યાદાનું ભાન કરાવવા માટે 13 DCP, 24 ACP અને 70થી વધુ PI અલગ-અલગ જગ્યાએ હાજર રહેશે. જ્યારે 220 PSI, 8 હાજરથી વધુ કૉન્સ્ટેબલ, 90 PCR અને 90 સી-ટીમ અને 78 હોક બાઈક જે-તે સ્થળે હાજર રહેશે. આ દરમિયાન જો કોઈ નિયમ ભંગ કરતું જણાશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નવરાત્રિના તહેવારમાં કોવિડ ગાઈડલાઈન્સનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા મહોલ્લા મિટિંગ શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય પોલીસ દ્વારા હોટલ અને બજારોમાં ખાનગી વૉચ રાખવામાં આવશે. જ્યારે સોશિયલ મીડિયા અને કંટ્રોલ રૂમથી પણ પોલીસ સતત નજર રાખશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો