પ્રવિણ તોગડિયાએ શરૂ કર્યાં ઉપવાસ, સંતો-સમર્થકો પણ જોડાયા - Sandesh
  • Home
  • Ahmedabad
  • પ્રવિણ તોગડિયાએ શરૂ કર્યાં ઉપવાસ, સંતો-સમર્થકો પણ જોડાયા

પ્રવિણ તોગડિયાએ શરૂ કર્યાં ઉપવાસ, સંતો-સમર્થકો પણ જોડાયા

 | 8:59 am IST

વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છેડો ફાડનારા વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવીણ તોગડિયાએ સેક્યુલર ગાંધીઅન વિચારધારા સાથે પ્રતીકાત્મક રીતે જોડાવાનું વલણ ત્યજ્યું છે. અમદાવાદના પાલડી ખાતેના વણીકર ભવનમાં પ્રવિણ તોગડિયાએ ઉપવાસ શરૂ કર્યાં છે. સાધુ-સંતો તથા સમર્થકોની હાજરીમાં તેમના ઉપવાસની શરૂઆત થઈ છે. બીજી તરફ આ તેમનું શક્તિ પ્રદર્શન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. તેમના ઉપવાસ સ્થળની પાછળ એક બેનર લગાવવામાં આવ્યુ છે, જેમાં હિન્દુ હી આગે તેવું લખવામાં આવ્યુઁ છે, જેમાં તેમની પ્રબળ હિન્દુત્વની ભાવના વ્યક્ત થઈ રહી છે. તેમજ પોસ્ટર પર રામ મંદિરનું ચિત્ર પણ  દેખાઈ રહ્યું છે. જે તેમના ઉપવાસના મુદ્દા છે.

BJPના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ વણીકર ભવન આવ્યા હતા. કહેવાય છે કે, ઉપવાસની જાહેરાત બાદ BJPના પ્રથમ કોઈ નેતા પ્રવિણ તોગડિયાને મળવા આવ્યા હતા. ડૉ.તોગડિયાના ઉપવાસ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 2 PI અને 5 PSI સહિત 70થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. હજી સુધી પોલીસ પરમિશનની લેખિત મંજૂરી નથી મળી, પરંતુ ડૉ. પ્રવિણ તોગડિયા ઉપવાસ કરવા મક્કમ છે. જેમાં વિહીપના અનેક હોદ્દેદારો ઉપવાસ
આંદોલનમાં જોડાશે.

VHPમાંથી હકાલપટ્ટી બાદ પ્રવિણ તોગડિયાએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. જેના માટે બત્રીસી ભવન અને જીએમડીસી ગ્રાઉન્ડની પરમિશન મળી ન હતી. તેથી હવે પાલડી વણીકર ભવન ખાતે તેઓ ઉપવાસ કરશે. તોગડિયાએ અનિશ્ચિત સમય માટે ઉપવાસની જાહેરાત કરી છે. જેમાં તેમને કેટલાક સાધુ સંતોનું પણ સમર્થન મળ્યું છે. તોગડિયા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ જોડાશે.

ઉપવાસ સંદર્ભે પોલીસ પરવાનગી લેવાઈ છે કે કેમ તેની પૃચ્છામાં ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે, ‘મારે આ અંગે પોલીસ સાથે વાતચીત થઈ છે એટલે એ પ્રશ્ન નહીં રહે.’ નિયમ પ્રમાણે જો પોલીસ પરવાનગી ના હોય તો ડો.તોગડિયા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે એવી શક્યતા નકારી શકાતી નથી.

ડો. તોગડિયાની મુખ્ય માગણીઓ એ છે કે, અયોધ્યામાં રામમંદિર બાંધવા બાબતમાં, કોમન સિવિલ કોડ લાવવા બાબતમાં તથા ગૌરક્ષા બાબતમાં સંસદમાં નવા કાયદા પસાર કરવાના ભાજપે આપેલા વચનોનું તત્કાળ પાલન કરવામાં આવે, તદુપરાંત દર વર્ષે ૨ કરોડને રોજગારી આપવાના, બાંગ્લાદેશીઓને ખદેડવાના તથા મૂળ કાશ્મીરીઓને કાશ્મીરમાં પુનઃ વસાવવાના ભાજપે આપેલા વાયદાઓનો પણ અમલ કરવામાં આવે. ડો. તોગડિયાના કહેવા પ્રમાણે તેઓએ આ બધા મુદ્દાઓ અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખી રૂબરૂ ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ બધા વચનો પાળવાની બાબતમાં કોઈ દરકાર નહીં લેવાતાં તેઓ આમરણ ઉપવાસ શરૂ કરવા મજબૂર થયા છે. ઉપવાસ કાર્યક્રમો નાગપુર, હૈદરાબાદ, લખનઉ, આગ્રા સહિત દેશભરમાં ૪૦૦ જેટલા સ્થળોએ થશે.

ઉલ્લેખનીય છે કે, VHPની ચૂંટણીમાં હાર થતા પ્રવિણ તોગડિયાને મોટો ઝાટકો લાગ્યો હતો. જેના બાદ ગુજરાતભરમાંથી તેમના સમર્થકોએ રાજીનામા ધર્યા હતા.

રામમંદિરના ઉઘરાવેલા રૂપિયા-ઈંટોના હિસાબ માટે તોગડિયાના ઉપવાસ : પરેશ ધાનાણી
ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ડો. પ્રવીણ તોગડિયાના ઉપવાસ અંગે જણાવ્યું છે કે, તોગડિયાએ રામમંદિર માટે ઘરે ઘરેથી એક રૂપિયો અને ઈંટો ઉઘરાવી હતી. રામમંદિરના નામે એ બધું વર્તમાન વડા પ્રધાનને ખોળે ધર્યું હતું અને હવે તેનો હિસાબ માગવા તોગડિયા ઉપવાસ પર ઊતરી રહ્યા છે. કેન્દ્રમાં ચાર વર્ષથી ભાજપની સરકાર બની છે પરંતુ રામમંદિર કેમ બનતું નથી