Ahmedabad Rains: Lightining on South Bopal's Sartya Building
  • Home
  • Videos
  • Featured Videos
  • તેજ ચમકારા સાથેની વીજળી કેમેરામાં કેદ થઇ ! અમદાવાદની ઈમારતનો શોકિંગ વીડિયો

તેજ ચમકારા સાથેની વીજળી કેમેરામાં કેદ થઇ ! અમદાવાદની ઈમારતનો શોકિંગ વીડિયો

 | 12:19 pm IST

અમદાવાદમાં વહેલી સવારથી જ કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ છે અને હજુ પણ થોભવાનું નામ નથી લઈ રહ્યો. અલગ અલગ વિસ્તારમાં ભારે પાણી ભરાયા હતા અને ટ્રાફિકની સમસ્યા પણ ભોગવવી પડી હતી. ઓફિસ જનારા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

આ બધાની વચ્ચે સાઉથ બોપલમાં એક મોટી દુર્ઘટના ઘટતી ઘટતી રહી ગઈ હતી. કારણ કે લગભગ ગુજરાતમાં આવો નજારો પહેલી વખત જોવા મળ્યો હતો. બોપલમા આવેલી સારથ્ય બિલ્ડીંગ ઉપર વીજળી પડી હતી અને એનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.

સાઉથ બોપલમાં મહેર હોમ્સની સામે આવેલી સારથ્ય બિલ્ડીંગમાં આ પ્રકારની ઘટના જોઈને સૌ કોઈ હાફડા ફાફડા થઈ ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે નસીબનાં જોગે લોકોને કોઈ પ્રકારે નુકશાની નથી થઈ અને કોઈને ઈજા પણ નથી પહોંચી. ઈમારતને કેટલું નુકશાન નથું હજુ એની કોઈ માહિતી સામે આવી નથી. જુઓ અહી એ શોકિંગ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન