Ahmedabad Ramol RingRoad In One Death Accident between Two Bikes
  • Home
  • Ahmedabad
  • અ’વાદમાં બે બાઈક સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત, રોડ પર દારૂ અને બિયરની બોટલો વેરાઇ

અ’વાદમાં બે બાઈક સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત, રોડ પર દારૂ અને બિયરની બોટલો વેરાઇ

 | 4:33 pm IST

ઉત્તરાયણની મજા સમગ્ર ગુજરાત કરી રહ્યું છે ત્યારે કેટલીક જગ્યાએ તહેવાર માતમમાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બે બાઈક સામસામે ટકરાઈ હોવાની એક ગમખ્વાર ઘટના સામે આવી છે. આ ઘટનામાં 1નું મોત નિપજ્યું છે. અમદાવાદના રામોલ રિંગરોડના મહેમદપુરા માર્ગે પર આ ઘટના બની હતી. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, પતંગના દોરાથી બચવા જતા બે બાઈક સામસામે ટકરાઈ હતી. જોકે અકસ્માત સર્જાતા દારૂ અને બિયરની બોટલો રસ્તા પર વેરાઇ હતી.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ રામોલ રિંગરોડ પર પતંગના દોરાથી બચવા જતાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે અન્ય બાઇક સવારને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયો હતો. આ દરમિયાન અન્ય બાઈક ચાલકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.

જોકે અહીં બંને બાઇક અથડાતા રસ્તા પર થેલામાંથી દારૂની બોટલો પડી ગઇ હતી. જેના પરથી આશંકા જોવાઇ રહી છે કે, દારૂની ખેપ મારતા રસ્તામાં અકસ્માત સર્જાયો હશે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન કેટલાક અકસ્માત સર્જાયા છે. રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે ઉત્તરાયણ દરમિયાન પતંગની મજાની સાથે સાથે ચાઈનિઝ દોરી અનેક લોકોના જીવ પણ લે છે તો કોઈને કાયમી શારીરિક ખોડ ખાપણ આપતી જાય છે.

આજે પણ રાજ્યમાં આ પ્રકારના અનેક બનાવો બન્યા છે. 108 એમ્બ્યુલન્સને બપોરના 3 વાગ્યા સુધીમાં 1950 ઈમર્જન્સી કોલ્સ મળ્યા હતા. જ્યારે દોરી વાગવાના 113 કેસ નોંધાયા છે. સુરતમાં બાળક અને વૃદ્ધને દોરી વાગી છે અને એક યુવકની જીભ કપાઈ ગઈ છે. તેમજ અમદાવાદમાં કિશોરી ધાબા પરથી પટકાઈ છે અને એક બાઈક ચાલકને દોરી વાગતા 28 ટાકા આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન