શંખેશ્વર તાલુકામાં આજે યોજાનાર તાલુકા પંચાયતની 15 બેઠકો ઉપર 37 ઉમેદવારો અને જિલ્લા પંચાયતની બે બેઠકો માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગ માં કુલ 17 બેઠકોના 38 ગામો મળી ટોટલ 74 બુથો માં સ્ત્ર્રી અને પુરૂષ મતદારો મળી કુલ 59825 આજે મતદાન કરશે 74 બુથો ઉપર ચુંટણી ફરજ માં કુલ 500 કર્મચારીઓ ચુંટણી કામગીરી માં નિમણુંક કરવામાં આવી હતી અને કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે ચૂંટણી દરમ્યાન પોલીસ સ્ટાફ્ના 1 પીઆઈ 2 પી.એસ.આઇ કોન્સ્ટેબલો હોમગાર્ડ અને જીઆરડીના જવાનો મળી કુલઃ- 163 જવાનો ચુંટણી ફરજ દરમ્યાન બંદોબસ્ત ગોઠવાયો હતો. અને આજે વહેલી સવારથીજ મહીલા આઈટીઆઈ કોલેજ, શંખેશ્વર ખાતેથી ચુંટણી ફરજના સ્થળે કર્મચારીઓ તેમને સોંપવામાં આવેલી કામગીરી ના સ્થળે ચુંટણી સામગ્રી અને ઈવીએમ મશીન સાથે ફળવેલા સ્થળોએ ફરજ ઉપર રવાના થયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો