Ahmedabad Sabarmati Riverfront In AMC Gives 50 Percentage Discount For Boating
  • Home
  • Ahmedabad
  • બોટિંગનો શોખીનો જલ્દી સાબરમતી રિવરફ્રન્ટે દોડો, AMC આટલા દિવસ માટે આપી રહી છે 50ટકાની રાહત

બોટિંગનો શોખીનો જલ્દી સાબરમતી રિવરફ્રન્ટે દોડો, AMC આટલા દિવસ માટે આપી રહી છે 50ટકાની રાહત

 | 3:03 pm IST

અમદાવાદીઓ બોટિંગનો શોખીનો માટે હાલ એક ખુશખબર મળી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર નર્મદાનાં નદીના નીરના વધામણાંના પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહેલી છે. તે પ્રસંગે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે એક ખાસ સુવિદ્યા આપવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટની મુલાકાતે આવતાં શહેરના નાગરિકો અને બહારથી આવતા મુલાકાતીઓ માટે બોટિંગ તથા અન્ય વોટર બેઈઝ્ડ એક્ટિવીટી જેવી કે સ્પીડ બોટ, પોન્ટુન બોટ એક્ટિવીટી કરી શકાશે. આ એક્ટિવીટી માટે શહેરનાં નાગરિકો માટે 50 ટકા ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.

હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે બોટિંગનો સમય શું રાખવામાં આવ્યો છે? તો અમે તમને જણાવીએ કે, 18મી સપ્ટેમ્બરે બપોરે 12 વાગેથી સાંજના 7 વાગ્યા સુધી અને 19મી સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બોટિંગનો સમય રાખવામાં આવ્યો છે, જેમાં મુલાકાતીઓ અને નાગરિકોને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઈતિહાસમાં પહેલી વાર સાબરમતીમાં આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

હવે તમારા મનમાં બીજો પ્રશ્ન ઉદ્દભવશે કે સાબરમતી રિવરફ્રન્ટમાં કંઇ જગ્યાએ બનાવવામાં આવ્યા છે બોટિંગ પોઇન્ટ? તો જાણી લો તેના માટે તમારે અમદાવાદ શહેરનાં ગાંધી બ્રિજીથી નહેરુબ્રિજ વચ્ચે વલલ્ભસદન પાસેનાં લોઅર પ્રોમિનાડ પર જવાનું રહેશે. આ સિવાય ઈન્કમટેક્ષ રોડ પર આવેલા ઉસ્માનપૂરા ગાર્ડન પાસેનાં રિવરફ્રન્ટ પાર્કના લોએર પ્રોમિનાડ પર અને સરદાર બ્રિજ પાસે ફ્લાવર ગાર્ડનથી પાછળના બાગે લાઓર પ્રોમિનાડ પર બોટિંગ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

આ પણ જુઓ વીડિયો: અમદાવાદમાં PUC સેન્ટર બહાર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન