Ahmedabad Sankalp Restaurant Cockroach In Sambhar
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની ખ્યાતનામ રેસ્ટોરન્ટે સંભારમાં પીરસી દીધુ કંઇક એવું કે જોઇ ચીતરી ચડશે

અમદાવાદની ખ્યાતનામ રેસ્ટોરન્ટે સંભારમાં પીરસી દીધુ કંઇક એવું કે જોઇ ચીતરી ચડશે

 | 6:21 pm IST

શહેરના મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરેન્ટના ઢોંસામાંથી વંદો નીકળ્યાની ઘટના બાદ હવે મેમનગરના ગુરુકુળ રોડની સંકલ્પ રેસ્ટોરેન્ટના ઇડલીના સંભારમાંથી વંદો નીકળ્યાની ફરિયાદ સામે આવી છે. એક મહિલાએ મંગળવારે ફેસબુક ઉપર પોસ્ટ લખી હતી જેમાં તેણીએ જણાવ્યું હતુ કે, ગઇકાલે સોમવારે તેમણે ગુરુકુળ રોડની સંકલ્પ રેસ્ટોરેન્ટમાંથી રૂ.૭૪૫નો ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો જેમાં ઇડલીના સંભારમાં વંદો નીકળ્યો હતો જેની ફરિયાદ રેસ્ટોરેન્ટમાં કરી હતી પણ તેમણે મોળો પ્રતિસાદ આપ્યો હતો. જોકે, આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગઇ હતી જેથી મ્યુનિ.એ બુધવારની સાંજે સંકલ્પ રેસ્ટોરેન્ટમાં દરોડા પાડી સંભારના સેમ્પલ લીધા હતા સાથે રૂ.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

મેમનગરની રહેતી એક મહિલાએ ૭ ઓક્ટોબરના દિવસે બપોરના સમયે ગુરુકુળ રોડના સંકલ્પ રેસ્ટોરેન્ટમાંથી ઇડલી, ટોમેટો ઉત્તપમ અને પેપર ઢોંસાનો ઓનલાઇન ઓર્ડર આપ્યો હતો પછી તેઓને ડિલીવરી થઇ હતી જેમાં તેઓને અપાયેલાં ઓર્ડરમાં ઇડલીના સંભારમાં વંદો નીકળ્યો હતો જેથી મહિલાએ પોતાની ફેસબુક પોસ્ટ લખી સંકલ્પ રેસ્ટોરેન્ટ સામે રોષ ઠાલવ્યો હતો. આ પ્રકારે સંકલ્પ રેસ્ટોરેન્ટમાંથી મંગાવેલા ઇડલીના સંભારમાં વંદો નીકળ્યા બાદ તેમણે મ્યુનિ.ના અધિકારીઓને ટેગ કરીને વિરોધ કર્યો હતો પણ કાર્યવાહી થઇ ન હતી પણ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વંદાના ફોટા સાથે વાઇરલ થઇ ગઇ હતી જેથી મ્યુનિ.ને હરકતમાં આવ્યું હતુ.

આખરે સોમવારે બનેલી ઘટનામાં મ્યુનિ.એ બુધવારે એક્શન મોડમાં આવી હતી. ઇડલીના સંભારના નમૂના લેવાયા હતા પછી સંકલ્પ રેસ્ટોરેન્ટને ૨૫ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે મણિનગરની ઓનેસ્ટ રેસ્ટોરેન્ટમાં વંદો નીકળ્યો હતો. ૨ સપ્ટેમ્બરના દિવસે સાયન્સ સિટી રોડ ઉપર વિલિયમ જોહનના પિત્ઝાના સલાટમાં ઈયળ નીકળી હતી. આ બંને એકમોને સીલ કરાયા હતા જોકે, સંકલ્પ રેસ્ટોરેન્ટને સીલ કરવાની હિંમત હજુ સુધી મ્યુનિ.ના અધિકારીઓ દાખવી શક્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન