Ahmedabad Sardarnagar In "You have won the lottery of Rs 25 lakh," he said
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • આવો ફોન આવે તો ચેતજો! ‘તમને 25 લાખની લોટરી લાગી છે’ કહી ગઠિયાએ યુવક પાસેથી 1.46 લાખ ખંખેર્યા

આવો ફોન આવે તો ચેતજો! ‘તમને 25 લાખની લોટરી લાગી છે’ કહી ગઠિયાએ યુવક પાસેથી 1.46 લાખ ખંખેર્યા

 | 8:01 am IST
  • Share

સરદારનગરમાં રહેતો એક યુવકને અજાણ્યા શખ્સે ફોન કરીને રૃ. ૨૫ લાખની લોટરી લાગી છે તેમ કહીને અલગ અલગ ચાર્જ પેટે રૃ.૧.૪૬ લાખ પડાવી લીધા બાદ પણ લોટરીની રકમ આપી ન હતી. બીજી તરફ, મેઘાણીનગરમાં વેપારીએ ઓલેક્ષ પર પ્રિન્ટર વેચવા મૂકતા એક ગઠિયાએ પેમેન્ટ કરવાનું કહીને ક્યુઆર કોડ મોકલીને વેપારીના બેંક એકાઉન્ટમાંથી રૃ. ૧૦ હજાર ઉપાડી લીધા હતા.

સરદારનગરમાં રહેતા મુકેશ લાલવાની નોકરી કરીને પરિવારનું ગુજરાન કરે છે. ગત,તા ૨૭ જૂલાઇના રોજ મુકેશ પર દિલ્હીથી રાણા રતનસિંઘ નામના વ્યકિતનો ફોન આવ્યો હતો, જેમાં રાણાએ  જણાવ્યુ કે હું કેબીસી જીઓ ઓફિસમાંથી બોલું છું તમને રૃ. ૨૫ લાખની લોટરી લાગી છે.

તે બાદ આકાશે મુકેશને ફોન કરીને કહ્યુ કે, તમારે ટેક્સ પેટે રૃ. ૩ હજાર ભરવા પડશે. જેથી મુકેશે આકાશને ગુગલ પે દ્વારા પૈસા મોકલ્યા હતા. બાદમાં અવનવા બહાના બતાવીને કુલ.રૃ.૧.૪૬ લાખ પડાવી લીધા હતા.

મેઘાણીનગરમાં બ્રિજેશ પરિખ તેના પરિવાર સાથે રહે છે. તેમનો ધંધો બંધ થતાં તેમણે ર્ંન્ઠ પર પ્રિન્ટર વેચવા માટે મૂક્યુ હતુ. બાદમાં બાપુનગરના બબલુકુમારે ર્ંન્ઠ પર જાહેરાત જોઇને બ્રિજેશને ફોન કર્યો હતો. બાદમાં રૃ. ૧૦ હજારમાં પ્રિન્ટરનો સોદો થયો હતો. બીજા દિવસે ફરીથી બબલુકુમારે ફોન કરીને બ્રિજેશને કહ્યુ કે, હું તમારા પેટીએમમાં એક રૃપિયો મોકલું છું જો તમારામાં આવી જાય તો પછી હું બાકીનું પેમેન્ટ કરી આપું છે.

ત્યારબાદ બબલુકુમારે બ્રિજેશને વોટ્સએપ પર ક્યુઆર કોડ મોકલીને કહ્યુ કે, આના પર ક્લિક કરશો તો તમારામાં રૃપિયા ૧૦ હજાર આવી જશે. જેથી બ્રિજેશે ક્લિક કરતા ટુકડે ટુકડે બેંક એકાઉન્ટમાંથી રૃ. ૧૦ હજાર ઉપડી ગયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો