Ahmedabad Set Arham Om Talsania Of A Guinness World Record As The Youngest Computer Programmer In The World
  • Home
  • Ahmedabad
  • અ’વાદના 6 વર્ષીય અર્હમે ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો, મૂળ પાક.ના અને હાલ બ્રિટનમાં વસતા બાળકનો રેકોર્ડ તોડ્યો

અ’વાદના 6 વર્ષીય અર્હમે ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો, મૂળ પાક.ના અને હાલ બ્રિટનમાં વસતા બાળકનો રેકોર્ડ તોડ્યો

 | 7:29 am IST
  • Share

છ વર્ષનું બાળક હજુ એકડો ઘૂંટતા શીખતું હોય છે ત્યારે અમદાવાદના ૬ ર્વિષય અર્હમ ઓમ તલસાણિયાએ સૌથી નાની વયના કોમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડ નોધાવ્યો છે. બાળ વયે પાયથન પોગ્રામિંગ લેન્ગ્વેજની પરીક્ષા પાસ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.

તેણે મૂળ પાકિસ્તાનના અને હાલ બ્રિટનમાં વસતા સાત વર્ષના બાળકનો રેકોર્ડ તોડી આ સિદ્ધિ મેળવી છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં આગળ વધવા માટે પ્રોગ્રામિંગ લેન્ગ્વેજ માટેના માઈક્રોસોફ્ટ સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું હોય છે, પરંતુ આ બાળકે તો માત્ર ૬ વર્ષની ઉંમરે પરીક્ષા પાસ કરી રેકોર્ડ બનાવ્યો છે.

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા અને ઉદ્ગમ સ્કૂલમાં અભ્યાસ કરતા અર્હમે ૨૩મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ ‘માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિયેટની પાયથોન પ્રોગ્રામિંગ લેન્ગ્વેજ’ની પરીક્ષા ૯૦ ટકા સાથે પાસ કરી હતી. આ પરીક્ષામાં ઉમેદવારો વધુમાં વધુ એક હજાર માર્ક્સમાંથી ૭૦૦ માર્કસ મેળવી શકતા હોય છે પરંતુ તેણે ૯૦૦ ગુણ મેળવ્યાં હતાં.

બીજા ધોરણમાં અભ્યાસ કરતા મોટી સિદ્ધિ મેળવતાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધ લઈ તેને સૌથી નાની વયનો કમ્પ્યૂટર પ્રોગ્રામર જાહેર કરાયો છે. માત્ર અઢી વર્ષની ઉંમરથી જ ગેઝેટ્સમાં તેને રસ હતો. ૫ વર્ષનો થયો ત્યારથી જ ગેમ કઈ રીતે બને, તેમાં રસ પડતા આગળ વધ્યો હતો. તેના માતા-પિતા સોફ્ટવેર એન્જિનિયર છે.

માતા તૃપ્તિબેને કહ્યું કે, તેને નાનાપણથી કમ્પ્યૂટર અને ટેબ્લેટમાં રુચિ હતી. ત્રણ વર્ષનો થયો ત્યારે એન્ડ્રોઈડ, વિન્ડોઝ, આઈઓએસ એમ બધી ઓપરેટિંગ સિસ્ટમ વાપરતો થઈ ગયો હતો. વીડિયો ગેમ રમવાનો ખૂબ શોખ છે. હાલ તે પોતાની વીડિયો ગેમ બનાવી રહ્યો છે. તે એક જ સમયે ગેમના ટુડી અને થ્રીડી વર્ઝન પર કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં પોતાની ગેમ પણ લોન્ચ કરશે. અત્યાર સુધીમાં તેણે અઢળક એવોર્ડ જીતી લીધાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો