Ahmedabad Sister Passes Away day Before Rakshabandhan
  • Home
  • Featured
  • ભાઈને રાખડી બાંધવા અમદાવાદથી પોરબંદર જતી હતી બહેન, રસ્તામાં જ કાળનો થયો ભેટો

ભાઈને રાખડી બાંધવા અમદાવાદથી પોરબંદર જતી હતી બહેન, રસ્તામાં જ કાળનો થયો ભેટો

 | 10:38 am IST

સોમવારે રક્ષાબંધનનો પર્વ નિમિત્તે તમામ બહેનોમાં ભાઈને રાખડી બાંધવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. રવિવારની રજા આવતી હોવાને કારણે બહેનો અત્યારથી જ રક્ષાબંધન માટે ભાઈનાં ઘરે પહોંચી ગઈ છે. તેવામાં રાજ્યમાં એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ધોરાજી પાસે ઈકો કાર પલટી મારતાં ભાઈને રાખડી બાંધવા જતી બહેન સહિત તેનાં પતિનું મોત નિપજ્યું છે.

અમદાવાદમાં રહેતી બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઈકો કારમાં પોરબંદર જતી હતી. પાણ રાજકોટના ધોરાજી પાસે ઈકો ગાડીના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને ઈકો કાર પલટી મારી ગઈ હતી. જેને કારણે કારમાં સવાર બહેન અને તેનાં પતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.

ઈકો કારનાં અકસ્માત બાદ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. તો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ રાખડી બાંધવા જતી બહેનનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફેરવાઈ ગયું છે. બહેનની રાહ જોતાં ભાઈના આંસુ સુકાઈ રહ્યા નથી.

આ વીડિયો પણ જુઓઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાનો કાળો કેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન