એકવાર જોઇ લો સ્વર્ગ જેવી અનુભૂતી કરાવતું અ'વાદનું આ પ્લેસ, નહિં તો પસ્તાશો - Sandesh
  • Home
  • Food & Travel
  • એકવાર જોઇ લો સ્વર્ગ જેવી અનુભૂતી કરાવતું અ’વાદનું આ પ્લેસ, નહિં તો પસ્તાશો

એકવાર જોઇ લો સ્વર્ગ જેવી અનુભૂતી કરાવતું અ’વાદનું આ પ્લેસ, નહિં તો પસ્તાશો

 | 6:03 pm IST

ગુજરાતના પ્રવાસમાં અમદાવાદનો પ્રવાસ અનોખું મહત્વ ધરાવે છે. અમદાવાદ સામાન્ય રીતે બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ. પૂર્વમાં જૂનું અમદાવાદ આવેલું છે. જ્યારે પશ્ચિમમાં આપને મલ્ટિપ્લેક્સ, કોલેજ, ઊંચી ઊંચી ઇમારતો અને કારોની ભીડ જોવા મળશે. પરંતુ આ બધાની વચ્ચે આપના મનને અનોખી અને અનેરી શાંતિ આપે તેવું સ્થળ આવેલું છે જે છે ‘સુંદરવન’.

આ સ્થળ કોઇ વિશાળ ક્ષેત્રફળમાં નથી ફેલાયેલું પરંતુ તેની અંદર પ્રવેશ કરતા આપને જાણે કોઇ બીજી જ દુનિયામાં આવી ગયા હોય એવો અનુભવ થશે. જો તમારી પાસે લાંબા પ્રવાસનો સમય ના હોય તો તમે અહીં આખો દિવસ આવીને પસાર કરી શકો છો. સુંદરવન બાળકો માટે સરસ પીકનીક પ્લેસ છે. સુંદરવન અમદાવાદમાં ઘણા વર્ષોથી બાળકોને મોજ કરવાના સ્થળ તરીકે ફેમસ થયુ છે.

સુંદરવન શિવરંજની ચાર રસ્તાથી એસજી હાઇવે તરફના રોડ પર ઇસરો પાસે, સ્પીપાની સામે અને ભાવનીર્ઝરની નજીકમાં છે. સુંદરવન જ્યારે બન્યું ત્યારે તેની આજુબાજુમાં ખુલ્લા ખેતર હતા પણ અત્યારે માત્ર સુંદરવન ખુલ્લી જગ્યામાં છે અને ચારેબાજુ કોન્ક્રીટના જંગલો ઊભા થઇ ગયા છે.

સુંદરવનમાં નાના પક્ષીઓ અને પ્રાણીઓ જુજ પ્રમાણમાં છે. સુંદરવનમાં સાપ, બતક, મોર, ઢેલ, દેડકા, અજગર, ચકલી, પોપટ, કબૂતર, વાનર, સસલા, ચામાચીડીયા જોવા મળે છે. જેમને અમદાવાદમાં સુંદરવન ના જોયું હોય તેમને એકવાર જોવા જેવું છે. જો તમે એકવાર આ સ્થળની મુલાકાત લેશો તો બીજીવાર ચોક્કસ તમને જવાનું મન થશે. આ કુદરતી આશ્રય ખરેખર કુદરત પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા ફેલાવો કરવા માટે પ્રતિબદ્ધ મિની ઝૂ છે. તે સૌથી વધુ રસેલ વાઇપર, રેડ સેન્ડ બોઆ અને ભારતીય કોબ્રા જેવા સાપની વિવિધ માટે જાણીતું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન