Ahmedabad Swaminarayan Gadi organization's 11 monks and bustle of the positive corona
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સાધુઓને કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ, અન્ય સંતો કોરેન્ટાઈન

અમદાવાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સાધુઓને કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ, અન્ય સંતો કોરેન્ટાઈન

 | 10:29 am IST

કોરોનાને લઈને અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના મણિનગરમાં એક સાથે 11 સંતોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોને કોરોના પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. તમામ સંતો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તંત્ર દ્વારા હાલ સંપર્કમાં આવેલા અન્ય સંતોને પણ મંદિરમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તમામ સંતોની તબિયત હાલ સુધારા પર છે. અમદાવાદમાં છેલ્લાં થોડા દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. પણ સ્વામિનારાયણ સંસ્થાના સંતોને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે.

મળતી માહિતી મુજબ મણિનગર સ્વામિનારાયણના 11 જેટલા સંતોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 જેટલા સંતોને કોરોના થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ સંતોનું સ્વાસ્થ્ય સુધારા પર છે. સંસ્થાના અન્ય સંતોને મંદિરમાં જ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23670 દર્દીઓ સારવાર બાદ સાજા થઈને ઘરે ગયેલ છે. હાલમાં 6928 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 6857 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા અનુસાર, રાજ્યમાં કોરોનાના વધુ 620 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 422 દર્દીઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં હાલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 32643 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1848 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 23670 દર્દીઓ સાજા થયા છે.

20 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 2, ગાંધીનગર 2, જૂનાગઢ કોર્પોરેશન 1, પાટણ 1 અને નવસારીમાં 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1848 લોકોનાં કોરોનાથી મોત થયા છે.

જુઓ આ પણ વીડિયો: અનલોક 2 માં ગુજરાતમાં કેવા પ્રકારની છૂટછાટ આપવામાં આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન