Ahmedabad Teachers Says 'Rikshawalas stand waiting for brothers daily, so it's late'
  • Home
  • Ahmedabad
  • ‘રિક્ષાવાળો રોજ ભાઈબંધોની રાહ જોવા ઊભી રાખે છે, એટલે મોડું થાય છે’, શિક્ષિકાનું વિચિત્ર લખાણ લખી…!!

‘રિક્ષાવાળો રોજ ભાઈબંધોની રાહ જોવા ઊભી રાખે છે, એટલે મોડું થાય છે’, શિક્ષિકાનું વિચિત્ર લખાણ લખી…!!

 | 7:40 am IST

ઘરમાંથી બહાર નીકળતાં ડરાવવાનો પબ્લીક-પ્લાન, રસ્તામાં કાલુપુરથી ૩જી બસમાં આવેલ, રિક્ષા ભાડું ડબલ, ઝાંપામાં ૧૦:૪૫ એએમએ, રિક્ષાવાળો ૧૦ મિનિટ રસ્તામાં ભાઈબંધોની રાહ જોવા ઉભી રાખે છે. સહિતના વિચિત્ર લખાણો એક સરકારી પ્રાથમિક શાળાની શિક્ષિકાના છે.

આ લખાણો કોઈ નોટબુકમાં નહી પણ અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઓફિસના દરવાજા પર લખાયેલા જોવા મળે છે. મારી નાખવાની ધમકીનો ડર સતાવતો હોવાનું કારણ આપી બાવળા તાલુકાની એક પ્રાથમિક શાળાની શિક્ષિકા છેલ્લા ઘણા સમયથી સ્કૂલમાં જવાના બદલે ડીપીઈઓ કચેરીમાં આવી પોતાની હાજરી પૂરે છે.

આ હાજરી કોઈ રજિસ્ટરમાં નહી પણ ડીપીઈઓ કચેરીના દરવાજા પર પૂરે છે. માત્ર હાજરી જ નહી પણ, વિલંબ થવાના વિચિત્ર કારણો પણ આ જ દરવાજા પર લખે છે. આ મુદ્દે ડીપીઈઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ થઈ શક્યો નહોતો. બાવળા તાલુકાના કેશરડી ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાનો છેલ્લા બે વર્ષથી અનિયિમિતતાનો ઘટનાક્રમ ચાલી રહ્યો છે.

એટલું જ નહીં છેલ્લા કેટલાક સમયથી આ શિક્ષિકા સ્કૂલમાં જતી નથી પરંતુ સ્કૂલના સમય પ્રમાણે લાલદરવાજા સ્થિતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીમાં હાજરી આપે છે. મહત્વનું છે કે, શિક્ષકની હાજરી અંગેનુ ડીપીઈઓ કચેરીમાં કોઈ રજિસ્ટર હોતુ નથી. જેથી આ શિક્ષિકા પોતાની હાજરી ડીપીઈ ઓફીસના ગેટ પર જ પૂરે છે. જેમાં સવારે આવવાનો સમય અને સાંજે જવાનો સમય દર્શાવે છે.

આ સિવાય મોડા આવવા પાછળના વિચિત્ર કારણો પણ જે-તે દિવસની તારીખ સામે લખ્યાં છે. સુત્રો દ્વારા એવી વિગતો પણ પ્રાપ્ત થઈ છે કે, આ પહેલા ડીપીઓ દ્વારા પણ શિક્ષિકાને સ્કૂલમાં સાથે જઈ મોકલવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેમા કોઈ બદલાવ આવ્યો નથી. હાલમાં પણ આ મુદ્દે હિયરિંગ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ડીપીઈઓ કચેરીના દરવાજા પર શિક્ષિકાના લખાણો

લિફ્ટ પાસેના રજિ.માં તારીખો (ખોટી) આડા અવળા ક્રમમાં લખાય છે. બસોની હેરાનગતી બાબતે લિફ્ટ પાસેના રજિ.માં નોંધ કરેલી છે. કંડક્ટર કહે ‘બધી બસો’ ‘મંગળ’ પર મોકલી દીધી છે. ડીપીઈઓશ્રીનો ફોન સતત બિઝી હતો. કાલુપુર રિક્ષાવાળાએ ૧૦ મિનિટ રિક્ષામાં બેસાડી રાખી, બીજી રિક્ષામાં જવા કહ્યુ.૫ મિનિટ શિવજી મંદિરે. ૧૪મી ઓગસ્ટે જિ.પં.ઝાંપામાં ઘૂસવા નહીં દઉં, એમ કહેલુ હતું. આજે કેશરડી શાળામાં ડીપીઓ સાથે જવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન