અમદાવાદઃ માલિકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનારને દસ વર્ષની કેદ - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદઃ માલિકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનારને દસ વર્ષની કેદ

અમદાવાદઃ માલિકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનારને દસ વર્ષની કેદ

 | 8:27 pm IST

અમદાવાદના અમરાઈવાડી મહાકાળી એસ્ટેટમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિક ગોવિંદ ઉર્ફે રાજુ દુબેને ત્રણ વર્ષ પહેલાં છરી ઝીંકીને મોત નિપજાવવા બદલ પકડાયેલા રિતેશ દિવાકર તિવારીને એડિશનલ સેશન્સ જજ સૂચિત ડી.દવેએ ગુનેગાર ઠરાવીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યંુ હતું કે, આરોપી સામે સાપરાધ હેઠળનો ગુનો પુરવાર થાય છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને વધુમાં વધુ સજા કરવી જરૃરી છે.

શિવમ સ્કૂલની બાજુમાં મહાકાળી એસ્ટેટ શેડ નંબર- ૩ ગાયત્રી પ્લાસ્ટિક ફેક્ટરીમાં આરોપી રિતેશ તિવારી નોકરી કરતો હતો. ગત તા.૩-૬-૨૦૧૩માં મશીનમાં રિતેશ તિવારીનો હાથ આવતા ડાબા હાથનો પંજો કપાવવો પડયો હતો.જેના લીધે તે કામ નહીં કરી શકતો નહોતો. પછી ૨૭-૫-૨૦૧૫ના રોજ રિતેશ તિવારી બપોરના કારખાને જઈને ગોવિંદભાઈ દુબેને મળીને હાથનો પંજો કપાઈ ગયો હોવાથી વળતર આપવા કહ્યું હતું તે વખતે ગોવિંદભાઈ દુબેએ નાણાં આપવાનો ઈનકાર કરીને કોર્ટમાંથી લઈ લેવા જણાવ્યું હતું.

આ વખતે રિતેશ એકદમ ઉશ્કેરાઈને બૂટ કાઢીને મોજામાંથી ધારદાર ચપ્પુ કાઢીને માલિક ગોવિંદના ઘુસાડી દેતા પાસળીઓ બહાર આવી હતી. ગંભીર રીતે ઘાયલ ગોવિંદભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા.જયા ત્રણ દિવસ બાદ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે રિતેશ તિવારીની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો. જે કેસ ચાલતા સરકારી વકીલ ભરત પટ્ટણીએ ૧૬ સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યંુ હતું કે, ગંભીર ગુનો છે. આવા ગુનો પુરવાર થાય ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને વધુમાં વધુ સજા કરવી જોઈએ.