Ahmedabad The people of Karni Sena terrorized Shri Hari Society of Naroda late at night
  • Home
  • Ahmedabad
  • કરણી સેનાના લોકોએ અ’વાદમાં મોડીરાત્રે આતંક મચાવ્યો, મહિલાઓના વાળ પકડી ઘસેડી, કપડાં ફાડીને ખુલ્લો તાંડવ

કરણી સેનાના લોકોએ અ’વાદમાં મોડીરાત્રે આતંક મચાવ્યો, મહિલાઓના વાળ પકડી ઘસેડી, કપડાં ફાડીને ખુલ્લો તાંડવ

 | 7:43 am IST

નરોડા વિસ્તારમાં આવેલી શ્રી હરિ સોસાયટીમાં રાત્રે ગેટ ખોલવાની રહીશોની અંદરની માથાકૂટમાં લાભ લઈ પોતાનું વર્ચસ્વ બતાવવા કરણી સેના તેના માથાભારે શખ્સોનું ટોળું લઈ આવી અને મહિલાઓ સહિત રહીશોને જાહેરમાં વાળ પકડી ઘસડી ઘસડીને માર માર્યો હતો. ૨૦ થી વધુ શખ્સોએ કરણી સેનાના નારા લગાવી મહિલાઓના કપડાં ફાડી તાંડવ મચાવતા રહીશો ફફડી ગયા હતા.

નરોડા પોલીસે આ મામલે ભોજારામ ગુર્જર સહિત ત્રણની ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે. બીજી તરફ સોસાયટીના મહેશ મનુભાઈ વ્યાસ તેમની પત્ની ઉમાબેન, સહિતના બે સભ્યો સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાઇ છે.  

શ્રી હરી સોસાયટીમાં મહેશભાઇ મનુભાઇ વ્યાસ પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. સોસાયટીની બહાર આઠ દુકાનો પર બનાવેલા મકાનમાં જવા સોસાયટીની અંદર મેઇન ગેટ પાસે ખોટી રીતે સીડી બનાવાઈ છે. જોકે સોસાયટીને તે નડતી ન હોવાથી કોઇએ વિરોધ કર્યો ન હતો. 

કોરોનાનો રોગચાળો ફટી નીકળ્યો હોવાથી રાત્રીના કરફ્યૂમાં અવરજવર ન કરે તે માટે સોસાયટીના સભ્યોએ ગેટને લોક મારી દીધું હતું. ગુરુવારે મહેશભાઇ નોકરી પર હતા આ સમયે ફેન પર એક શખ્સે જણાવ્યું કે, હું કરણી સેનાનો અધ્યક્ષ રાહુલસિંગ રાજપૂત બોલું છું.

તાત્કાલિક દુકાનો માટે રસ્તો ચાલુ કરી આપો. નહીં તો કરણી સેનાના માણસો આવી તમને તથા સોસાયટીના સભ્યોને મારીશું. ત્યાર બાદ આ લોક તોડી નાખ્યું હતુ તેમજ જણાવ્યું કે, સાંજે રૂબરૂમાં તમારી ખબર લઉં છું, જેથી ડરી ગયેલા મહેશભાઇએ રાત્રે સોસાયટીના સભ્યોને જાણ કરી હતી.

બીજીબાજુ ભોજારામે સોસાયટીના સભ્યો સાથે સમાધાન કરી લીધું હતું. બાદમાં ભોજારામે અને રાહુલસિંગ સહિતના લોકોએ બદલો લેવા કાવતરું રચ્યું હતું અને મોડી રાત્રે ૨૫ લોકો કરણી સેનાના નામે સોસાયટીમાં ઘૂસી આવ્યા અને જય કરણી સેના જય કરણી સેના કરી તેવી બૂમો પાડી ગાળો બોલી હાજર મહિલાઓના કપડાં ફડી કાઢી હુમલો કર્યો હતો. સોસાયટીના રહીશોને માર માર્યો હતો જેથી લોકો ડરી ગયા હતા. બાદમાં આસપાસના લોકો ભેગા થતા કરણી સેનાના સાગરીતો માર પડવાના ડરે ભાગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન