અમદાવાદ: દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે બે ઇસમોની ધરપકડ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે બે ઇસમોની ધરપકડ

અમદાવાદ: દારૂ ભરેલી સ્કોર્પિયો સાથે બે ઇસમોની ધરપકડ

 | 9:34 pm IST

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમ કઠલાલ માર્ગ ઉપર વાહન ચેકિંગમાં હતી ત્યારે અહીંથી એક સ્કોર્પિયો જીપ દારૂ ભરીને પસાર થવાની હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી મેશ્વો નદીના પુલ પાસેથી ર્સ્કોિપયો જીપને અટકાવી તપાસ કરતાં તેમાંથી વિદેશી પ્રકારના દારૃ અને બીયરનો જથ્થો મળી આવતાં સ્કોર્પિયોમાં સવાર અમદાવાદના બે શખ્સોનો અટકાયત કરી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ગ્રામ્ય એલસીબીના પીએસઆઈ આર.એમ.વસૈયાએ આપેલી વિગતો મુજબ જિલ્લા ગામ્ય પોલીસના હદમાં તેઓ વાહન ચેકિંગ કરી રહ્યાં હતાં. ત્યારે કઠલાલ હાઈવેના ચાંદિયેલ ગામ પાસેની મેશ્વો નદીના પુલ પાસેથી પસાર થતી સ્કોર્પિયો જીપને બાતમી આધારે અટકાવી તલાશી લેતા તેમાંથી વિદેશી પ્રકારનો ભારતીય બનાવનાં દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી જીપમાં સવાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી તેઓ દારૃ જથ્થો ક્યાંથી લઈ આવ્યા અને ક્યાં પહોંચાડવાના હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

કયા પ્રકારનો દારૂ ભર્યા હતો
રોયલ સ્ટેગ વ્હીસ્કી બોટલ નંગ-168
મેકડોવેલ્સ નં.1 રિઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-60
કમાંડર રમ બોટલ નંગ-48
રોયલ બ્લૂ વ્હીસ્કી બોટલ નંગ-480
હેવર્ડ સ્ટ્રોંગ બીયર ટીન નંગ-384 ની કુલ કિંમત રૂપિયા 2,24,400ની કબજે કરી હતી. જ્યારે દારૂ વાહન માટે ઉપયોગમાં લેવાયેલી ર્સ્કોિપયો જીપ કિંમત્ત રૂપિયા 4 લાખ 3500 રૂપિયાના બે નંગ મોબાઈલ સહિત કુલ રૂપિયા 6,27,900નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આરોપીના નામ
આશીફ ફારૃક શેખ રહે.શાહઆલમ, અમદાવાદ
શબ્બીર અહેમદ જલીલ અહેમદ શેખ-રહે.ગોમતીપુર, અમદાવાદ