અમદાવાદ: ત્રિપલ અકસ્માતમાં બે મહિલાના મોત, 4 ગંભીર - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: ત્રિપલ અકસ્માતમાં બે મહિલાના મોત, 4 ગંભીર

અમદાવાદ: ત્રિપલ અકસ્માતમાં બે મહિલાના મોત, 4 ગંભીર

 | 11:32 am IST

રાજ્ય માટે મકરસંક્રાંતિનો બીજો દિવસ અકસ્માતોની વણજાર લઇને આવ્યો છે. વડોદરામાં એક અકસ્માતમાં દંપતિનું કરૂણ મોત થયુ તો ત્યાં જ રાજકોટમાં એક અકસ્માતમાં 2.5 વર્ષના રાહુલ નામના બાળકનું અવસાન થયું તો ત્યાં જ અમદાવાદમાં પણ બાવળા ચાંગોદર રોડ પર ઇકો, વેગનઆર અને એસન્ટ કારનો ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. જેમાં બે મહિલાઓનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં છે અને અન્ય 4 લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત છે. કુલ 11 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બાવળા ચાંગોદર રોડ પર એસન્ટ કાર અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહી હતી. તે દરમિયાન અચાનક આ કારનું ટાયર ફાટી ગયુ હતું. ટાયર ફાટતાની સાથે જ સામેથી આવતી ઇકો અને વેગનઆર સાથે અથડાઇ હતી. જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે મહિલાના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં.

અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતાં. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોચી ગયો હતો. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન