Ahmedabad Unique Bank Gave Loan To Customers Without Kyc
  • Home
  • Business
  • શું તમે KYC વગર લોન મેળવવા ઇચ્છો છો? પહોંચો અહીં, હજારો લોકોએ ઉઠાવ્યો ફાયદો

શું તમે KYC વગર લોન મેળવવા ઇચ્છો છો? પહોંચો અહીં, હજારો લોકોએ ઉઠાવ્યો ફાયદો

 | 12:30 pm IST

જો કોઇ તમને આવીને કહે કે બેંક વગર કેવાયસીએ લોન આપી રહ્યું છે તો આ વાત સાંભળીને કદાચ તમને નવાઇ લાગશે, પરંતુ એક એવી બેંક છે જે કેવાયસી વગર ગ્રાહકોને લોન આપી રહ્યું છે. આ બેંકે અત્યાર સુધી એક-બે નહીં પરંતુ અત્યાર સુધી હજારો ગ્રાહકોને આ પ્રકારે લોન આવી ચૂક્યું છે. તેનાથી પણ મોટી આશ્ચર્યની વાત તે છે કે કેવાયસી વગર બેંક તરફથી લોન આપ્યા છતાં બેંકનો એનપીએ શૂન્ય છે. આ બેંક છે અમદાવાદની કો-ઓપરેટિવ બેંક, અહીં તમને કેવાયસી વગર લોન મળે છે.

1970માં થઇ હતી બેંકની સ્થાપના
અમદાવાદની કાલુપુર કોર્મોશિયલ કો-ઓપરેટિવ બેંક 1970માં કાલુપુર એરિયામાં શરૂ થઇ હતી, એટલા માટે બેંકનું નામ પણ તે એરિયાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે બેંકનો એનપીએ જીરો છે તેમ છતાં પણ બેંક આ પ્રકારની લોન આપે છે જેના પાસે કોઇ કેવાયસી હોતું જ નથી. બેંક તરફથી આ લોન આપવામાં આવે છે વણજારાઓને. જે આજે અહીં તો કાલે બીજે. મતલબ હરતી ફરતી જાતિ જેમાં ટ્રાયબલ લોકો હોય છે. તેમને મોટા પ્રમાણમાં લોન આપવામાં આવે છે.

વગર કેવાયસી 1800 લોકોને મળી લોન
આ બેંકે 1800 લોકોને લોન આપી જેમાંથી સૌથી વધુ લોકોના કેવાયસી નહોતા, જ્યારે અમુક એવા લોકોને લોન આપી જેમાં એનજીઓએ મધ્યસ્થતા કરીને બેંક તેમને લોન આપવા માટે આગળ આવી હતી. જો કે, બેંકના ઉદ્દેશ્ય એવો છે કે પછાત લોકોને પણ બેંકિંગ સિસ્ટમનો લાભ મળે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધી 1800 લોકોએ કુલ 7 કરોડથી વધુની લોન બેંક પાસેથી મેળવી છે અને લોકો પૈસા પણ પાછા આપી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં KYC વગર આપેલી લોનમાં માત્ર દોઢ લાખ રૂપિયા જ પાછા આવ્યા નથી.

લોનની સૌથી વધુ મર્યાદા 50 હજાર રૂપિયા
લોનની સૌથી વધુ મર્યાદા 50 હજાર રૂપિયા હોય છે. જો કે, અહીં એવા લોકોને લોન મળે છે જેમનું ના તો ધર હોય છે અને ના તો કોઇ સરનામું. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો પહેલો નિયમ છે કે ઘર વગર સરનામાની તપાસ કર્યા વગર લોન ના આપી શકાય, પરંતુ આ બેંક વિશેષ કામ કરી રહી છે.