Ahmedabad Usmanpura engineer loses bicycle job in Corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • લો બોલો! કોરોનામાં પિતા-નોકરી ગુમાવતા ઉસ્માનપુરાનો એન્જિનિયર યુવક સાઇકલ ચોરીના રવાડે ચડયો

લો બોલો! કોરોનામાં પિતા-નોકરી ગુમાવતા ઉસ્માનપુરાનો એન્જિનિયર યુવક સાઇકલ ચોરીના રવાડે ચડયો

 | 7:56 am IST
  • Share

કોરોનામાં પિતા અને પછી નોકરી પણ ગુમાવનાર એન્જિનિયર યુવકને પરિવારની જવાબદારી માથે આવી પડી અને આર્થિક સંકડામણના પરિણામે મોંઘી સાયકલોની ચોરીના રવાડે ચડયો હોવાનો કિસ્સા વાડજ પોલીસ સમક્ષ આવ્યો હતો.

પોલીસે છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને પોશ વિસ્તારોમાં થતી સાયકલ ચોરીના વધી રહેલા કેસની તપાસ કરી તેમાં આ યુવકની ધરપકડ કરી અને તેની પાસેથી ૩૬ સાયકલો જપ્ત કરી હતી.

વાડજ પોલીસે બાતમીના આધારે આરોપી અનમોલ દુગ્ગલ નામના સાયકલ ચોરને ઝડપી પાડયો છે. જો કે, આરોપી મૂળ દિલ્લીનો હાલમાં શહેરના ઉસ્માનપુરા અને સાબરમતિમાં ફલેટ રાખીને રહે છે. આરોપીના પિતાનું કોરાનામાં અવસાન થયુ હતુ. બાદમાં નોકરી પણ છૂટી જતાં આર્િથક તંગીના કારણે તેને સાયકલ ચોરી કરવાનું શરૃ કર્યુ હતુ.

અનમોલે એક બે નહીં પરંતુ ૩૬થી વધુ મોંઘીદાટ સાયકલોની ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. આરોપીએ નારણપુરા, વાડજ, નવરંગપુરા સહિત પોશ વિસ્તારમાંથી સાયકલોની ચોરી કરતો અને સસ્તા ભાવે લોકોને વેચી દેતો હતો.

જો કે, ૧૫થી ૨૫ હજારની કિમંતની સાયકલ અનમોલ રૃ. ૫થી ૬ હજારમાં વેચી દેતો હતો. આરોપીએ મોટા ભાગની સાયકલ આર્મી કેન્ટોનમેન્ટમાં વેચી હોવાનું પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન