Ahmedabad Vadodara Express Highway 20 To 25 Vehicles Collided
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર વિચિત્ર અકસ્માત, 20થી વધુ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ, જુઓ તસવીરો

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇ-વે પર વિચિત્ર અકસ્માત, 20થી વધુ ગાડીઓ એકબીજા સાથે અથડાઈ, જુઓ તસવીરો

 | 12:49 pm IST
  • Share

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈ-વે (Ahmedabad Vadodara Express Highway) પર એક ગમખ્વાર વિચિત્ર અકસ્માત (Accident) સર્જાયો છે. આજે ધુમ્મસ (Fog)ના કારણે એક્સપ્રેસ-વે પર કંઈ દેખાતું નહોતું. ત્યારે એકસાથે 20થી વધુ ગાડી એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે. ધુમ્મસના કારણે એક્સપ્રેસ વે પર આજે 3 અકસ્માત થયા છે. એક – એક કિ.મી.ના અંતરે 3 અકસ્માત સર્જાયા હોવાની માહિતી મળી રહી છે, 3 અકસ્માતમાં 20થી વધુ ગાડીઓને નુકસાન પણ થયું છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

રાજ્યમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જવાથી વાહનચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. આજ સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, દ્વારકામાં 2 કાર વચ્ચે પણ ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. દ્વારકામાં ખંભાળિયાના સોનારડી ગામે આ ઘટના બની છે. જેમાં અન્ય 6 ઈજાગ્રસ્તો લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સોનરડી ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં અમદાવાદના પરિવારે બે સભ્યો ગુમાવ્યા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ભાટિયાની એક યુવતીનું પણ ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતમાં મૃતકોમાં બે પુરુષ અને એક યુવતીનો સમાવેશ થાય છે. તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન