Ahmedabad: Wife Called Husband, Angry Lover Took away 2 Years Child
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં દશામાની મૂર્તિ વિસર્જન માટે પત્નીએ પતિને બોલાવ્યો, પ્રેમીને ન ગમતાં બે વર્ષના પુત્રને લઈ ભાગી ગયો

અમદાવાદમાં દશામાની મૂર્તિ વિસર્જન માટે પત્નીએ પતિને બોલાવ્યો, પ્રેમીને ન ગમતાં બે વર્ષના પુત્રને લઈ ભાગી ગયો

 | 9:26 pm IST

અમદાવાદના ન્યુમણિનગર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતા છેલ્લા 1 વર્ષથી પ્રેમી સાથે રહેતી હતી. દશામાનું વ્રત હોવાથી પતિને ફોન કરી મૂર્તિ પધરાવવા બોલાવ્યો હતો. પતિ મૂર્તિ પધરાવવા આવતાં પ્રેમીને યોગ્ય ન લાગતાં તે 2 વર્ષનાં પુત્રને લઈને જતો રહ્યો હતો. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રેમિકાએ પ્રેમી સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.

ન્યુ મણિનગર વિસ્તારમાં આવેલાં એક મકાનમા 30 વર્ષીય મહિલા તેના પતિ અને પાંચ બાળકો સાથે રહે છે. તેમાં એક બાળક અને બાળકી બંને જુડવા છે. મૂળ અરવલ્લી ભિલોડાની મહિલાનો પતિ શહેરમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા બે મહિનાથી પતિ સાથે ન્યુ મણિનગર વિસ્તારમાં રહે છે. અગાઉ તે ગોતા વિસ્તારમાં રહેતા હતા. દરમિયાનમાં પતિ સાથે કામ કરતો તેમનો મિત્ર ઘરે આવતો જતો હતો. વારંવાર ઘરે આવતો હોવાથી મિત્ર અને પરિણીતા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પતિને થતાં તેણે છેલ્લા એક વર્ષથી પત્નીને છોડી દીધી હતી. જેથી એક વર્ષથી પરિણીતા પોતાના પ્રેમી સાથે મણિનગરમાં રહેતી હતી.

પરિણીતાએ દશામાનું વ્રત રાખ્યું હોવાથી 10મીને શનિવારે સવારે પતિને ફોન કરી દશામાની મૂર્તિ પધરાવવા બોલાવ્યો હતો. તેથી તે ઘરે આવતાં પ્રેમીને આ વાત ગમી ન હતી. અને પ્રેમી પરિણીતાના 2 વર્ષના પુત્રને લઈને જતો રહ્યો હતો. આ અંગે તપાસ કરતાં પુત્ર ન મળી આવતાં પરિણીતાએ આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જુઓ આ વીડિયો પણ…

કચ્છના જળાશયોમાં નવા નીરની આવક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન