Ahmedabad: Wife Found 500 Pics of Husband with Other Woman
  • Home
  • Ahmedabad
  • અમદાવાદમાં પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો, પરસ્ત્રી સાથે મળ્યાં એવાં ફોટા કે…

અમદાવાદમાં પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો, પરસ્ત્રી સાથે મળ્યાં એવાં ફોટા કે…

 | 10:09 pm IST

આજના હાઈ ટેક જમાનામાં પતિ, પત્ની અને વોના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક પત્નીએ જ્યારે પતિનો મોબાઈલ ચેક કર્યો તો તેની આંખો પહોળી થઈ ગઈ. કેમ કે, પતિના મોબાઈલમાં પરસ્ત્રી સાથેનાં 500થી પણ વધારે ફોટા હતા. અને સાથે વીડિયો કોલ અને ચેટ જોઈને પણ પત્નીના હોશ ઉડી ગયા હતા. તે બાદ પત્નીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજની માગણી સહિત ત્રાસની ફરિયાદ નોંધાવી હતી.

મૂળ રાજસ્થાનની 24 વર્ષીય પરિણીતાના લગ્ન 2016માં અમદાવાદના ઓઢવમાં રહેતાં લલિત વૈષ્ણવ સાથે થયા હતા. ત્રણ વર્ષના લગ્નગાળામાં તેઓને એક પુત્ર છે.
લગ્નના થોડા સમય બાદથી સાસરિયા દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. દરમિયાન પતિનો અન્ય મહિલા સાથે સંબંધ હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. પતિના મોબાઇલની તપાસ કરતાં તેમાંથી પરસ્ત્રી સાથેની 500 જેટલી તસવીરો મળી આવી હતી જે તેણે મેળવી લીધી હતી. પતિના અન્ય મહિલા સાથેના સંબંધોથી વ્યથિત પરિણીતાએ મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ઈસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં પીડિતાએ ફરિયાદ નોંધાવી છે કે, રિયા નામની યુવતી સાથે પતિના આડા સંબંધો છે. પતિના મોબાઈલમાંથી પરસ્ત્રી સાથેના ફોટા, વીડિયો ચેટ સહિતની વસ્તુઓ મળી આવી હતી. પરસ્ત્રી સાથેના સંબંધ અને સાસરીયોના ત્રાસ આપતાં પરિણીતાએ એક કરોડ રૂપિયાની દહેજની માગણીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ વીડિયો પણ જુઓઃ

PM મોદી આખા વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓના ખાસ મિત્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન