Ahmedabad Woman Filed Complain Against Husband And In Laws
  • Home
  • Ahmedabad
  • અ’વાદમાં પત્નીએ પતિનાં મોબાઈલમાં અન્ય પુરુષ સાથે અંગત પળો માણતાં એવાં ફોટા જોયા કે…

અ’વાદમાં પત્નીએ પતિનાં મોબાઈલમાં અન્ય પુરુષ સાથે અંગત પળો માણતાં એવાં ફોટા જોયા કે…

 | 9:38 am IST

એક યુવતી પોતાને સારો પતિ મળે તે માટે નાનપણથી અનેક વ્રતો કરતી હોય છે. પણ જો લગ્ન બાદ પતિ પત્ની સાથે કોઈ સંબંધ જ ન રાખે તો. આવું જ કાંઈક બન્યું અમદાવાદની મહિલા સાથે. લગ્ન બાદ સુહાગરાત તો ઠીક પણ આઠ-આઠ દિવસ સુધી પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બાધ્યા ન હતા. જે બાદ પત્નીને શંકા જતાં તેણે પતિની જાસૂસી કરી અને પછી એવી હકીકત સામે આવી કે યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે યુવતીએ તેના પતિ અને સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

લગ્નનાં આઠ દિવસ સુધી ન બાંધ્યા શારીરિક સંબંધ

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, અમદાવાદના દાણીલીમડામાં રહેતી યુવતીએ 2019માં તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન કર્યાંના આઠ દિવસ થઈ ગયા હોવા છતાં પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બાધ્યો ન હતો. જે બાદ પત્નીને શંકા જતાં તેણે આ મામલે પહેલાં પોતાની નણંદ અને બાદમાં સાસરીયાઓને વાત કરી હતી. જે બાદ સાસરીયાઓ કહ્યું કે, પતિનો રિપોર્ટ કઢાવ્યો છે અને બધું નોર્મલ છે.

પતિ HIVગ્રસ્ત હોવાનો ચોંકાવનારો ખુલાસો

પણ યુવતી માટે હજુ પણ સ્થિતિ સુધરી ન હતી. જે બાદ યુવતીએ પોતાની બહેનને આ અંગે વાત કરી હતી. ત્યારે બહેન કહ્યું કે, શરૂઆતમાં આવું રહેતું હોય છે, પણ થોડા દિવસમાં બધું ઓકે થઈ જશે. પણ યુવતી માટે કાંઈ ઓકે થયું નહીં. જે બાદ યુવતીએ અન્ય ડોક્ટર પાસે લઈ જઈ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. અને આ વખતે સાસરીયાઓ નહીં પણ યુવતીના હાથમાં પતિનો રિપોર્ટ આવી ગયો હતો. રિપોર્ટમાં પતિ HIVગ્રસ્ત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

અન્ય પુરુષો સાથે પતિનાં સંબંધ બાંધતા ફોટો

તો તેના થોડા દિવસો બાદ યુવતીના હાથમાં પતિનો મોબાઈલ આવી ગયો હતો. જેમાં તેણે પતિનાં અન્ય પુરુષો સાથેનાં સમલૈગિંક સંબંધો બાંધતા ફોટા જોયા. આ ફોટા જોઈને યુવતી પોતાના હોશ ગુમાવી બેઠી. તેણે આ મામલે પતિને વાત કરતાં તેણે કહ્યું કે, મેં લંડનમાં સમલૈગિંક લગ્ન કરેલાં છે, અને મારા માતા પિતા આ મામલે બધું જાણે છે. જે બાદ આ મામલે પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ઠગાઈ, વિશ્વાસઘાત અને શારીરિક- માનસિક ત્રાસની ફરિયાદ કરી હતી.

આ વીડિયો પણ જુઓઃ ઉત્તરાયણને લઈને બજારનો શું છે માહોલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન