Ahmedabad woman threatened, 'Sell bungalow, otherwise I will make your photos viral'
  • Home
  • Ahmedabad
  • ‘તું હિરોઇન જેવી લાગે છે અને તું રાત્રિના નાના કપડા પહેરે તો હોટ લાગે છે’, મહિલાના ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી

‘તું હિરોઇન જેવી લાગે છે અને તું રાત્રિના નાના કપડા પહેરે તો હોટ લાગે છે’, મહિલાના ન્યૂડ ફોટા વાઇરલ કરવાની ધમકી

 | 8:05 am IST
  • Share

નાના ચિલોડામાં રહેતી ૪૫ વર્ષીય મહિલાને તેની સોસાયટીમાં રહેતા ત્રણ શખ્સે ‘તું હિરોઇન જેવી લાગે છે અને તું રાત્રિના નાના કપડા પહેરે છે તો હોટ લાગે છે’ કહીને છેડતી કરી હતી. આ ઉપરાંત મહિલાને બંગલો વેચવા માટે દબાણ કર્યું હતું.

ત્રણ પૈકી એક શખ્સે સીસીટીવી કેમેરામાંથી મહિલાના ફોટા લઇને તેમાં એડીટીંગ કરીને ન્યૂડ ફોટા તૈયાર કરી વાયરલ કરવાની ધમકી આપી હતીે. આ અંગે મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નાના ચિલોડા વિસ્તારમાં સ્મિતા (નામ બદલેલ છે) તેની પુત્રી સાથે રહે છે. સ્મિતાનો પતિ સ્પેનમાં બિઝનેસ કરે છે. વર્ષ ૨૦૨૦માં સ્મિતાની સોસાયટીમાં રહેતો નારુ અવાર નવાર તેનો પીછો કરીને છેડતી કરતો હતો. સ્મિતાની દીકરી ઘરે હાજર ન હતી ત્યારે નારુએ સ્મિતાને બાથમાં પકડીને ‘તું હિરોઇન જેવી લાગે છે અને તું રાત્રિના નાના કપડા પહેરે છે તો હોટ લાગે છે’ કહીને છેડતી કરી હતી. જેથી સ્મિતાએ બૂમાબૂમ કરતા યુવક ત્યાંથી નાસી ગયો હતો.

ઇજ્જત જવાના ડરથી સ્મિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં જયદેવ અને નરેશ નામના બન્ને શખ્સોને નારુએ ખોટી રીતે ચઢામણી કરતા બંને શખ્સે સ્મિતાના ઘરે આવીને બિભત્સ શબ્દો બોલતા હતા. ગત.૩૧ ઓગસ્ટે નારુ સ્મિતાના ઘરે આવીને કહ્યું કે, જો તું બંગલો નરેશને વેચી દે નહીં તો તારા ફોટા વાયરલ કરી દઇશ કહી માર માર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો