Ahmedabadi Bride Says Her Father 'Single Rehne De', Dance Video Goes Viral
  • Home
  • Featured
  • અમદાવાદી દુલ્હનનો ડાન્સ વિડીયો વાયરલ, પિતાને કહ્યું, “સિંગલ રહેવા દો”

અમદાવાદી દુલ્હનનો ડાન્સ વિડીયો વાયરલ, પિતાને કહ્યું, “સિંગલ રહેવા દો”

 | 6:24 pm IST

બોલીવુડમાં આ વર્ષે ઘણા સેલિબ્રિટીએ લગ્ન કર્યા અને તેને કારણે ચર્ચામાં રહ્યા. રણવીર સિંહ-દીપિકા પાદુકોણ ઉપરાંત, નેહા ધૂપિયા, સોનમ કપૂર જેવી અભિનેત્રીઓએ પણ લગ્ન કરી લીધા છે. આ દરમિયાન એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની ચર્ચાઓ થઈ રહી છે. લગ્ન પહેલા અમદાવાદની આ દુલ્હને ‘સિમરન’ ફિલ્મનાં ગીત ‘સિંગલ રહને દે’ પર પરફૉર્મ કરતી જોવા મળી. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

આ દુલ્હનનું નામ નિતિ પંચોલી છે, જે પોતાની ફ્રેન્ડ્સ સાથે ડાન્સ કરી રહી છે. તે લગ્નનાં પરિધાનમાં જોવા મળી રહી છે અને શાનદાર ડાન્સ કરી રહી છે. નિતિએ પ્રી-વેડિંગ શૂટ થાઈલેન્ડનાં Huahin શહેરમાં કર્યું હતુ જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે આ ડાન્સ વિડીયોમાં જણાવ્યું છે કે જ્યારે પરિવાર લગ્નની પાછળ પડી જાય ત્યારે છોકરી કેવું ફીલ કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયોનાં એક લાખથી પણ વધારે વ્યૂઝ થઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.