Ahmedabadis on alert over festivals, Rules promulgated by the Police Commissioner
  • Home
  • Gujarat
  • દિવાળી પહેલા અમદાવાદમાં ટેરર એટેકનું એલર્ટઃ મોલ-માર્કેટ, સિનેમા હોલ ટાર્ગેટ

દિવાળી પહેલા અમદાવાદમાં ટેરર એટેકનું એલર્ટઃ મોલ-માર્કેટ, સિનેમા હોલ ટાર્ગેટ

 | 5:21 pm IST
  • Share

  • દિવાળી પહેલા અમદાવાદમાં ટેરર એટેકનું એલર્ટ
  • 18 ડિસેમ્બર સુધી અમદાવાદને હાઈ એલર્ટ પર રખાયું
  • મોલ સિનેમા અને ભીડવાળા વિસ્તારોમાં પોલીસની ચેતવણી

રાજ્યમાં તહેવારની સીઝન પૂરજોશમાં ખીલી છે ત્યારે સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસ સતર્ક બની છે. પોલીસે જાહેર કરેલી ચેતવણીમાં કહ્યું છે કે મોલ સિનેમા અને ભીડવાળા વિસ્તારોમાં સાવધાની રાખવી. 18 ડિસેમ્બર સુધી અમદાવાદને હાઈ એલર્ટ પર રખાયું છે.  રાજ્યમાં મોલ મલ્ટીપ્લેક્સ, ચોરી લૂંટના બનાવ અટકાવવા, ગુનાઈત કૃત્ય કરનારને પકડવા માટે પોલીસ કમિશ્નરે ખાસ નિયમો જાહેર કરી દીધા છે. તમે પણ જાણો તહેવનારની સીઝનમાં સતર્ક રહેવા માટેના નવા નિયમો.

અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો

દિવાળી નજીક આવતા જ અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે CISF અને સુરક્ષા એજન્સીઓને મુસાફરોની સઘન તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે જેને કારણે અમદાવાદ એરપોર્ટ પર આવનારા મુસાફરોને ફ્લાઈટના નિર્ધારિત સમય કરતાં 3 કલાક વહેલા અમદાવાદ એરપોર્ટ પર આવવા માટેના સુચન અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યા છે. જો મુસાફર સમય કરતાં વહેલા એરપોર્ટ પર નહીં પહોંચે અને તેની ચકાસણી નહિ થઈ શકે તો તેવા મુસાફરો ઓફલોડ પણ થઈ શકે છે. મહત્વનું છે કે દિવાળીનો તહેવાર નજીક છે જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરો અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરો કરતા હોય છે દરવર્ષે દિવાળી દરમ્યાન દિવસના 25 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરતા હોય છે જેને કારણે તેમના ચેકીંગમાં સમય લાગતો હોય છે, આ ચેકીંગ પૂર્ણ કર્યા વિના મુસાફર ફ્લાઈટમાં બોર્ડિંગ કરી શકતો નથી. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ રૂટ પર મુસાફરી કરનારા મુસાફરોને નિર્ધારિત સમય કરતાં 3 કલાક વહેલા આવવા માટેના સૂચન કરવામાં આવ્યું છે.

મોબાઈલ અને સીમકાર્ડની વિગતો

પોલીસ કમિશ્નરે કહ્યું કે ગુનાઈત પ્રવૃત્તિઓ આચરનારા સિમકાર્ડનો અને મોબાઈલનો દૂર ઉપયોગ કરે છે. અહીં સુરક્ષાના ભાગરૂપે મોબાઈલ અને સીમકાર્ડના વેચાણને લઈને ખાસ નિયમો જાહેર કર્યા છે. જેમા નામ સરનામા સહિતની માહિતિ 3 વર્ષ સુધી રાખવાની રહેશે. ઓળખપત્ર, રહેઠાણના દસ્તાવેજ અને પુરાવાની માહિતિનું રજિસ્ટર પણ જરૂરી રહેશે. ડેટા લોસ કે કરપ્ટ ન થાય તેની પણ જવાબદારી રાખવાની રહેશે.

 

વાહનને લઈને આપ્યું આ એલર્ટ

પોલીસ કમિશ્નરે અમદાવાદમાં સાયકલ વેચનાર, બેટરીથી ચાલતા સ્કૂટરો વેચનારા માલિકો, મેનેજર અને એજન્સીઓ માટે નિયમ લાગૂ કર્યા છે. તેમાં વાહન ખરીદનારને બિલ આપવું, શૈક્ષણિક પ્રમાણપત્ર, ઓળખ પત્રનો યોગ્ય પુરાવો જમા કરવાનો રહેશે. આ સાથે બિલમાં ખરીદનારનું સરનામું, ટેલિફોન નંબર જરૂરી રહેશે. સ્કૂટરનો ફ્રેમ નંબર પણ લખવાનો રહેશે. આ નિયમ હુકમના 60 દિવસ સુધી અમલમાં રહેશે.

 

જ્વેલર્સ શોરૂમ, શોપિંગ મોલ્સ, કોર્મશિયલ સેન્ટરને લઈને ખાસ નિયમો

પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર જ્વેવર્સ શોરૂમ, શોપિંગ મોલ્સ, કોર્મશિયલ સેન્ટરમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પાર્કિંગ, ભોંયરામાં જરૂરી રહેશે. આ સાથે 10થી વધુ બેઠક ધરાવતા ગેસ્ટ હાઉસ, બોર્ડિંગ, ધર્મશાળા, પેટ્રોલ પંપ, પાવરહાઉસમાં સીસીટીવ જરૂરી રહેશે.  આ સાથે તમામ રેકોર્ડિંગની વિગતો 15 દિવસ સુધી સંગ્રહ કરવાની રહેશે. મુલાકાતે આવનારા લોકોના વાહનનું રજિસ્ટ્રેશન અને ફોન નંબર અવશ્ય નોંધવાના રહેશે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો