Ahmedabads Controversial Doctor Raj Soni Against One More Complain Filed
  • Home
  • Ahmedabad
  • અ’વાદના વિવાદિત ડૉ. સોનીની રશિયન મહિલાને ધમકી, ‘તેં મારી વિરુદ્ધ ફરિયાદ આપી છે, તો તારું..!!

અ’વાદના વિવાદિત ડૉ. સોનીની રશિયન મહિલાને ધમકી, ‘તેં મારી વિરુદ્ધ ફરિયાદ આપી છે, તો તારું..!!

 | 9:09 am IST

રશિયાથી આવેલી મહિલા ડોક્ટરને વારંવાર ધમકી આપતાં ડો. રાજ સોની વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં મંગળવારે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. મહિલા ડોકટર તેના મિત્ર સાથે જમીને હોટેલ પરથી પરત જઈ રહી હતી. તે સમયે સામે આવેલા ડો. રાજે ધમકી આપી કે, તે મારી વિરુદ્ધ ફરિયાદ આપી છે, તો તારું સારું નહી થાય.

ડો. રાજ સોનીએ સોમવારે રાત્રે 10.30 વાગ્યાના આસપાસ એસજી હાઈવે પરની હોટેલમાંથી મહિલા ડોકટર તેના મિત્ર અભિઝર તાહીર સાથે નીકળતી હતી. તે સમયે સામે આવેલા રાજ સોનીએ ઉશ્કેરાઈને ધમકી આપી હતી. તે પછી આરોપી ત્યાંથી નીકળી ગયો. બાદમાં બીજા દિવસે સવારે સોલા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારે ફરિયાદ આપી હતી.

રાજ સોની વિરુદ્ધ અગાઉ મહિલા ડોકટરે સોલામાં પીછો કરી એસિડ ફેંકવાની ધમકી આપી, ઘાટલોડિયામાં જાહેરાતમાં નામનો ઉપયોગ કરવા અંગેની, બાદમાં ફરી એસજી હાઈવે પર સર્વિસ રોડ પર વકીલની ઓફિસમાંથી નીકળતી વખતે ધમકી આપ્યાની ત્રીજી ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત સોનીએ ડો. રસેશના ઘરે જઈને તેની માતાને ધમકી આપ્યાનો પણ કેસ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન