Ahmedabad's SVP so far 93 suspected patients admitted, 79 patients report negative, 7 report positive, 18 suspected
  • Home
  • Ahmedabad
  • કોરોનાના કોહરામ વચ્ચે અ’વાદીઓ માટે રાહતના સમાચાર, શહેરની SVP હોસ્પિટલે આપ્યા ખુશખબર

કોરોનાના કોહરામ વચ્ચે અ’વાદીઓ માટે રાહતના સમાચાર, શહેરની SVP હોસ્પિટલે આપ્યા ખુશખબર

 | 9:56 am IST

ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે આખા ગુજરાતને 31મી માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. અમદાવાદમાં કોરોના પોઝિટીવના 13 કેસો નોંધાયા બાદ શહેરીજનોમાં થોડી અવરનેસ જોવા મળી રહી છે. તેઓ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરતા જોવા મળી રહ્યા છે.

બીજી બાજુ આખા રાજ્યની વાત કરીએ તો કુલ કોરોના પોઝિટીવ દર્દીઓના કુલ 30 કેસો નોંધાયા છે. જો તેની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13, સુરતમાં કોરોના 4 પોઝિટિવ કેસ, 1નું મોત, વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના 1-1 કેસ પોઝિટિવ કેસો નોંધાયા છે. બીજી બાજુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઈસોલેટ કરેલા દર્દીઓને લઈ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.

અમદાવાદની SVP હોસ્પિટલમાં અત્યાર સુધી 93 કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે, 79 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેના કારણે 79 દર્દીઓ તેમના ઘરે હેમખેમ પહોંચી ગયા છે. હવે 93માંથી 7 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 18 શંકાસ્પદ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. પરંતુ અમદાવાદીઓ માટે સારા સમાચાર એ છે કે 93 કોરોનાનાશંકાસ્પદ કેસોમાં 79 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસે સ્પીડ પકડી લીધી છે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. ત્યારે ગુજરાતમાં તમામ લોકોને ચિંતા ઉપજાવે તેવા એક અહેવાલ મળી રહ્યા હતો. અમદાવાદમાં કોટ વિસ્તાર માટે એક ચિંતા ઉપજાવે તેવી એક વાત સોમવારે સામે આવી હતી. અમદાવાદમાં 13 પોઝિટીવ કેસોમાંથી છેલ્લા 5 પોઝિટિવ કેસ કોટ વિસ્તારમાં સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો.

અમદાવાદના કોટ વિસ્તારની વાત કરીએ તો, દાણીલીમડા, જમાલપુર, જુહાપુરા અને લાલદરવાજામાં 5 પોઝિટીવ કેસો સામે આવ્યા હતા. જેના કારણે કોટ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો પોતાની પોળોમાથી પણ નીકળતા રીકસરના ડરતા હતા. બીજી બાજુ તંત્રને સહકાર આપવા લોકોને ‘સંદેશ ન્યુઝ’એ અપીલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન