Ahsan Faramosh You have no idea what you are talking about
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • કહીં તુજ મેં ધડકતા હૈ ઔમેરા પ્યાર  

કહીં તુજ મેં ધડકતા હૈ ઔમેરા પ્યાર  

 | 12:30 am IST
  • Share

ફિસેથી આવેલા પૂજને ઘરમાં પ્રવેશતાં જ જોયું તો પવિત્રા પાછલા દરવાજેથી બેગ સાથે જઈ રહી હતી. તેને પવિત્રા ક્યાંક બહારગામ જતી હોવાનું લાગતા તેણે તે તરફ જઈને જોરથી પૂછયુું એ…પવિત્રા…તું ક્યાં ચાલી? ક્યાંય જવાનો આ સમય છે ખરો? મને વાત તો કર, ક્યાં જવાનું છે? હું બધી વ્યવસ્થા કરી આપું?’  

એના એ શબ્દો સાંભળી પવિત્રા દરવાજાથી બહાર નીકળતા થંભી ગઈ અને પૂજન સામે અશ્રુભરી આંખે દૃષ્ટિ કરી ત્યાં જ સત્યા રસોડામાંથી બહાર આવતાં બોલીઃ એને હવે આ ઘરમાં રાખવા જેવી નથી. એને જવા દો. એને જ્યાં જવું હોય ત્યાં જાય પરંતુ હવે એ આ ઘરમાં ન જોઈએ! એના પર દયા કરવા જેવી નથી!‘  

સત્યાના આ શબ્દો સાંભળતાં જ પૂજન ગુસ્સાથી આખો ધ્રૂજી ઊઠયો, અને બીજી જ ક્ષણે સત્યાને જોરથી તમાચો મારતાં બરાડયો. અહેસાન ફરામોશ તને કંઈ ભાન છે તું શું બોલે છે? પવિત્રાને કારણે જ તું આ ઘરમાં છે!‘  

તેં! તેં! મને તમાચો માર્યો? મારા પર હાથ ઉપાડયો? અને એય આ પવિત્રા માટે? બસ, હવે તો આ ઘરમાં એ નહીં કે પછી હું નહીં!સત્યા સામી બરાડી.  

તને કંઈ ખબર છે, શું કર્યું છે પવિત્રાએ કે તું એને ઘરમાંથી કાઢી મૂકી રહી છે?’ પૂજને મોટા અવાજે પૂછયું. 

એ…! મારી નાની બહેન છે એને કોઈ પુરુષ મળ્યો નહીં એટલે કુંવારી રહી ગઈ છે, એમાં હું શું કરું? હવે એ તારા પર ડોળો માંડીને બેઠી છે. એ દર વર્ષે છુપાઈ છુપાઈને કરવા ચોથનું વ્રત કરે છે અને રાતે ચંદ્ર ઊગતા તારું મોં જોઈને જમે છે! એ વાત એણે જાતે મને કહી! આજે કરવા ચોથ હોવાથી એ વ્રત રાખવા માગે છે અને ઉપરથી એ મારા પર દયા ખાતી હોય એમ કહે છે કે મને બાળક નથી થતું એટલે હવે એ તારા થકી સરોગેટ મધર બનીને મને બાળક આપવા માગે છે! તું જ બોલ પૂજન, કોઈ બહેન આવી હલકટ હોય! મમ્મી-પપ્પા હતાં ત્યાં સુધી વાંધો ન આવ્યો અને ભાઈ-ભાભી સાથે બનતું ન હોવાથી મંે એને દયા કરીને નાની બહેન હોવાથી સાથે રાખી તો એ હવે મને આવો બદલો આપી રહી છે! હવે તો હું એને એક મિનિટ પણ આ ઘરમાં રાખવા માગતી નથી. મેં જ એને અત્યારે ને અત્યારે ઘરમાંથી નીકળી જવા કહ્યું છે!સત્યાએ સ્પષ્ટતા કરી.  

એ ક્યારેય શક્ય નહીં બને સત્યા! આખરે એ તારી બહેન છે,’ કહી પૂજને પવિત્રા પાસે જઈ એની બેગ એક હાથમાં લઈ બીજા હાથથી એને પકડીને અંદર લાવી સોફા પર બેસાડી સોરી પવિત્રા…કહી હાથ જોડયા.  

આ દૃશ્ય જોતાં જ સત્યા વધુ ભડકીને બોલી. પૂજન, તને કંઈ શરમબરમ છે કે નહીં ! એ તને પતિ સમજવા માંડી છે! એની બહેનનું ઘર ભાંગવા માગે છે!‘ ‘સત્યા…સત્યા…તું બોલવામાં જરાક મર્યાદા રાખ! આપણને બાળક નથી એ હકીકત છે. મોટા મોટા ગાયનેક અને આઈવીએફ ર્ફિટલિટી સ્પેશિયાલિસ્ટે પણ ચોખ્ખું કહી દીધું છે કે કોઈ પણ ઉપાયથી તું મા બની શકે એવી નથી. એટલે એને દુઃખ થતું હશે એટલે તને આમ કહ્યું એમાં શું ખોટું છે? ‘ પૂજને ખૂબ ઝડપથી કહ્યું અને બોલ્યો. સત્યા, એક વાત કાન ખોલીને સાંભળી લે કે આખરે પવિત્રા કહેશે એમ જ થશે. સમજી !‘  

પૂજન, તું આમ કહે છે? એનો મતલબ કે તું જ આ ડાકણની ભૂરકીમાં આવી ગયો છે!કહી સત્યા રડતી રડતી દોડીને બેડરૃમમાં જતી રહી!  

પૂજને એની પરવા કર્યા વિના પવિત્રાનો હાથ પકડી એની આંખમાંથી વહેતાં અશ્રુ લૂછતાં કહ્યું, ‘પવિત્રા…પવિત્રા…તને મંે ત્યારે જ ચેતવી હતી કે આગ સાથે ન ખેલ…!એટલું કહેતાં કહેતાં એને એ દિવસો યાદી આવી ગયા. એ અને પવિત્રા કોલેજમાં સારા મિત્ર બની ગયાં હતાં અને એ મિત્રતા પ્રેમમાં પરિર્વિતત થઈ ગઈ! બંને વચ્ચે પ્રેમ એટલો બધો ગાઢ બની ગયો જાણે બે શરીર અને એક આત્મા હોય! એણે પવિત્રાને લગ્ન વિશે વાત કરતા તેણે વિચારીશું એમ કહ્યું હતું. અને અભ્યાસ પૂરો થતાં બંને ર્સિવસ પર લાગી ગયા પછી એણે ફરી લગ્ન વિશે વાત કરી ત્યારે પવિત્રાએ એને પોતે લગ્ન કરી શકે એમ નથી અને એને બીજંુ કોઈ યોગ્ય પાત્ર મળે તો પરણી જવા આગ્રહ કર્યો હતો. એણે એનું કારણ પૂછયું ત્યારે એણે કહ્યું હતું કે તેની મોટી બહેન સત્યાને ખૂબ રૃપાળી હોવા છતાં એક પગે ખોડ હોવાથી લગ્ન થતાં નથી. એ એને ખૂબ જ પ્રેમ કરે છે અને તેનાં લગ્ન ન થાય ત્યાં સુધી લગ્ન કરવા માંગતી નથી. લાંબો સમય વીતવા છતાં એનાં લગ્ન ન થતાં પવિત્રાએ એને કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેવા આગ્રહ કર્યો પણ પોતે માન્યો નહીં અને છેવટે બંનેએે ખૂબ ચર્ચા બાદ હંમેશાં સાથે રહી શકાય એ માટે એણે સત્યા સાથે લગ્ન કરવા નિર્ણય લીધો. જોકે, બંને વચ્ચે પ્રેમ હોવાનું કોઈને જણાવા ન દીધું. થોડા સમય બાદ તેમની મમ્મીનું નિધન થયું હતું. પપ્પાનું તો ઘણાં વર્ષો પહેલાં જ અવસાન થયું હતું. પવિત્રાને ભાઈ-ભાભી સાથે ન ફાવતા સત્યાએ પોતાને ત્યાં રહેવા બોલાવી લીધી હતી. જે હકીકતમાં તે બંને ઈચ્છતાં જ હતાં. જીવન ખૂબ શાંતિપૂર્વક આનંદપૂર્વક વીતી રહ્યંુ હતું અને માત્ર એક બાળકની જ ખોટ રહી. બહુ બધા પ્રયાસો બાદ પણ સંતાનસુખ પ્રાપ્ત ન થતાં સત્યા ખૂબ જ વ્યથિત રહેતી હતી.  

બહેનના દુઃખથી ચિંતિત પવિત્રાએ સરોગેટ મધર બનવાની વાત કરી તો એમાં એનો પ્રેમ જ તો છે! પરંતુ પવિત્રા કરવા ચોથનું વ્રત તેના માટે કરતી હોવાનો એને ખ્યાલ ન હતો. એ એને પતિ તરીકે જ માને એમાં કંઈ ખોટું ન હતું. એ જે કરતી હતી તે બરાબર જ હતું એમ વિચારતો પૂજન પવિત્રાને તેની રૃમમાં મૂકીને આવીને સત્યા પાસે ગયો અને એને ખૂબ પ્રેમ વ્યક્ત કરી તેને તેના અને પવિત્રા વચ્ચેનો પ્રેમસંબંધની અથથી ઈતિ કહેતાં સત્યા તે સાંભળીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડી. જે બહેને એના માટે આટલો ભોગ આપ્યો તેને જ પોતે કેટલી હડધૂત કરી! એનું કેટલું બધું અપમાન કર્યું? એને ખૂબ પસ્તાવો થતાં એ રડતી રડતી જ ઝડપથી પવિત્રાના રૃમમાં ગઈ અને પવિત્રાને વળગી પડી. એની વારંવાર માફી માંગી. એણે પવિત્રાને કહ્યું કે, ‘દીદી, હવે તો હું પૂજનને પતિ તરીકે છોડી શકું એમ નથી. પહેલાં ખબર હોત તો તમને પરણાવીને રહેત, પરંતુ હવે હું તમને બંનેને પણ પતિ-પત્ની તરીકે સ્વીકારીને પ્રાયિૃત કરવા માંગું છું.‘  

એ રાતે બંને બહેનોએ સાથે ચંદ્રનાં દર્શન કરી પૂજનની પૂજા કરી તેના હાથે સાથે ભોજન કર્યું અને એ રાતે પવિત્રાને સજાવી ધજાવી પોતાના બેડ પર લઈ ગઈ અને પોતે તેના રૃમમાં જતી રહી. એને એ વાતનો આનંદ હતો કે પોતે પવિત્રાનું ઋણ ચૂકવી શકી હતી અને હવે માતાનું સુખ પણ મેળવી શકશે. આખરે એ પવિત્રાનું જ તો સપનું હતું! 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન