થપ્પડની ગૂંજ: રાજ્યસભામાં રડવા લાગ્યા શશિકલા, જયાએ કાઢી મૂકયા - Sandesh
  • Home
  • Featured
  • થપ્પડની ગૂંજ: રાજ્યસભામાં રડવા લાગ્યા શશિકલા, જયાએ કાઢી મૂકયા

થપ્પડની ગૂંજ: રાજ્યસભામાં રડવા લાગ્યા શશિકલા, જયાએ કાઢી મૂકયા

 | 2:55 pm IST

તામિલનાડુના મુખ્યમંત્રી જે.જયલલિતાએ AIADMKના રાજ્યસભા સાંસદ શશિકલા પુષ્પાને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. શશિકલાએ સોમવારના રોજ રાજ્યસભામાં આરોપ લગાવ્યો કે તેમને તેમના જ પાર્ટીના નેતાએ થપ્પડ મારી. તેમણે રાજ્યસભામાં રડતા-રડતા ઉપસભાપતિને કહ્યું કે તેમના જીવનને ખતરો છે અને તેમને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે.

છેલ્લાં બે દિવસથી આ બાબતમાં નાટકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. શશિકલાએ ડીએમકે સાંસદ તિરૂચી સિવાને દિલ્હી એરપોર્ટ પર લાફો ચોડી દીધો હતો. ત્યારબાદ વિવાદ થયો હતો અને તેના લીધે ફ્લાઇટમાં પણ મોડું થયું હતું.

શશિકલા તેમના આ વર્તન બાદ બરાબર ઘેરાઈ ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે AIADMKની અંદર તેમના પર રાજીનામાનું દબાણ બનાવામાં આવ્યું. આ મુદ્દાને શશિકલાએ સોમવારના રોજ રાજ્યસભામાં ઉઠાવ્યો હતો.

આ ઘટના બાદ AIADMK એ શશિકલાને પાર્ટીમાંથી કાઢી મૂકવાની જાહેરાત કરી દીધી. AIADMK એ પોતાના સત્તાવાર ટ્વિટર બેન્ડરથી ટ્વિટ કરીને કહ્યું કે શશિકલાએ પોતાની હરકતથી પાર્ટીની છબીને નુકસાન પહોંચાડ્યું છે.

આ વિવાદને લઇને સોમવારના રોજ રાજ્યસભામાં શશિકલાએ ઉપસભાપતિ પાસે પોતાની સુરક્ષાની માંગણી કરી. રાજ્યસભામાં બોલતા સમયે તેઓ રડવા લાગ્યા. તેમણે કહ્યું કે પાર્ટીના નેતા એ જ તેમને લાફો માર્યો છે. શશિકલાએ કહ્યું કે મારી મર્યાદા ખતરામાં છે. મને મુકમ્મલ સુરક્ષા આપવામાં આવે.

શશિકલા એકસમયે જયલલિતાની સૌથી વિશ્વાસપાત્ર મનાતા હતા. તેમણે રાજ્યસભામાં કહ્યું કે સિવા કયારેક સભ્ય વ્યક્તિ હતા અને તેમણે માફી પણ માંગી લીધી હતી. હવે મારી પાસેથી રાજ્યસભાનું રાજીનામું માંગી લેવા માટે દબાણ કરી રહ્યા છે. હું આમ નહીં કરું.

AIADML અને DMKમાં હરિફોને લઇને હંમેશા સંઘર્ષની સ્થિતિ રહે છે. એરપોર્ટ સિક્યોરિટી અધિકારીઓનું કહેવું છે કે પુષ્પાએ સિવા ને એ સમયે લાફો માર્યો હતો જ્યારે સિવાએ એક જ ફ્લાઇટમાં મુસાફરી કરવાની ના પાડી દીધી.

બંને રાજ્યસભા સાંસદ ચેન્નાઈ માટે ઉડાન ભરવાના હતા. એરલાઈન ઓફિસર્સના મતે સિવાએ કહ્યું કે તેઓ એ ફ્લાઇટમાં નહીં જાય જેમાં શશિકલા પુષ્પા પણ મુસાફરી કરતાં હોય. આથી સિવા સિક્યોરિટીના ઘેરામાં આવી ગયા. આ સમયે શશિકલા દોડીને ત્યાં પહોંચ્યાં અને તેમણે સિવાને લાફો ચોડી દીધો હતો. ત્યારબાદ સુરક્ષાકર્મચારીઓએ બંનેને એક બીજાથી છૂટા પાડ્યા હતા.