સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, આ ખેલાડીઓને મળી પ્રવેશ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, આ ખેલાડીઓને મળી પ્રવેશ

સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, આ ખેલાડીઓને મળી પ્રવેશ

 | 8:50 pm IST

ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં ઝળકેલા લુંગી એનગિદી અને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 143 રન બનાવનાર એડન માર્કરામને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરાયા છે જ્યારે ફરહાન બેહરદીન, સ્ટીફન કૂક, એરોન ફંગિસો, વેન પર્નેલને બહાર કરાયા છે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ બાદ નિવૃત્તિ લેનાર મોર્ને મોર્કેલને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરાયો નથી. આ વખતે 18 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરાયા છે.

કોન્ટ્રાક્ટ કરાયેલ ખેલાડીનું લિસ્ટ : હાશિમ અમલા, તેમ્બા બવુમા, ડી કોક, એબી ડી વિલિયર્સ, જેપી ડયુમિની, ફાફ ડુ પ્લેસી, ડીન એલ્ગર, ઇમરાન તાહિર, કેશવ મહારાજ, એડન માર્કારામ, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, લુંગી એનગિદી, એન્દિલે ફેહલુકવાયો, વર્નોન ફિલાન્ડર, કાગિસો રબાદા, તબરેઝ શમ્સી, ડેલ સ્ટેન.