AIMS doctors paying tribute to Atalji, know the truth behind this pic
  • Home
  • Featured
  • અટલજીને શ્રદ્ધાંજલિ આપતા એઈમ્સના ડોક્ટરોની આ તસવીરની હકીકત જાણીને ચોંકી જશો

અટલજીને શ્રદ્ધાંજલિ આપતા એઈમ્સના ડોક્ટરોની આ તસવીરની હકીકત જાણીને ચોંકી જશો

 | 4:14 pm IST

છેલ્લા 9 સપ્તાહથી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગઈકાલે નિધન થયું હતું. 93 વર્ષીય દિગ્ગજ નેતાના નિધનથી ભારતમાં ન પૂરાય તેવી ખોટ પડી છે. તેમને 11 જૂનના રોજ એઈમ્સમાં દાખલ કરાયા હતા. સોશિયલ મીડિયા પર હાલ અટલજી અને એઈમ્સની એક તસવીર વાઈરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, એઈમ્સના ડોક્ટરોએ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં સ્ટ્રેચર પર અટલજીનો મૃતદેહ પડ્યો છે, અને એઈમ્સના ડોક્ટરો તેમને ચારેતરફથી ઘેરાઈને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર આ તસવીર જોરદાર વાઈરલ થઈ રહી છે. પરંતુ આ તસવીરને હકીકત કંઈક અલગ જ છે.

તસવીરની હકીકત એ છે કે તસવીરમાં જે ડોક્ટર છે, તે એઈમ્સ દિલ્હીના નથી, તેમજ આ મૃતદેહ પણ અટલજીનો નથી. આ તસવીર ચીનની 2012ના વર્ષની છે. આ મૃતદેહ એ બાળકીનો છે, જેના મોત બાદ તેના બધા અંગ દાન કરી દેવામાં આવ્યા હતા. આ બાળકીના સન્માનમાં બધા જ તબીબો શિશ નમાવીને ઉભા રહ્યા હતા. અટલજીના નિધન સાથે આ તસવીરને કોઈ જ લેવાદેવા નથી.