વિમાનમાં સસ્તામાં મુસાફરી કરવા આ કંપની આપી રહી છે 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વિમાનમાં સસ્તામાં મુસાફરી કરવા આ કંપની આપી રહી છે 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

વિમાનમાં સસ્તામાં મુસાફરી કરવા આ કંપની આપી રહી છે 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

 | 3:56 pm IST

સપ્ટેમ્બર બાદથી પડનાર રજાઓની મજા માણવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તેને 11 માર્ચ પહેલા સમગ્ર રીતે નક્કી કરી લો. આવુ એટલા માટે કારણ કે 11 માર્ચ સુધીમા જો તમે પ્લેનની ટીકીટ બુક કરાવી તો તમને 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ તમે સપ્ટેમ્બરથી લઇ નવા વર્ષનો પ્લાન અત્યારથી જ બનાવી લો.

આ તારીખો પર કરી શકો છો પ્રવાસ
લો કોસ્ટ એરલાઇન્સ કંપની એર એશિયાએ હાલમાં આ ઓફરને લોન્ચ કરી છે. ઓફર અનુસાર, કંપનીના એપ પર ટીકીટ બુક કરાવનારને 3 ડિસેમ્બરથી લઇ 28 મેં 2019 સુધી યાત્રા કરાવાનો લાહવો મળી શક્શે.

એરલાઇન્સે પોતાની આ ઓફરનું નામ Big loyalty રાખ્યુ છે, જે અંતર્ગત એર એશિયાનાં બિગ મેમ્બર્સ આઇડીથી બિગ પોઇન્ટ મેળવી શક્શો અને પછી પોતાને આ ઓફરને મેળવી શકાશે. કિંમત્ત ઓછી કરવાની સાથે જ એર એશિયા પોતાના ગ્રાહકોને ફ્રી ભેટ અને અન્ય ઘણી સુવિધાઓ આપી રહી છે. આ પણ માત્ર બિગ મેમ્બર્સ માટે હશે.

વેબસાઇટથી ટીકીટ બુક કરવનાર માટે ઓફર
જોકે, આ ઓફરનો લાભ માત્ર કંપનીનાં મોબાઇલ એપથી ટીકીટ બુક કરાવનારને મળશે નહી. જો તમે ટીકીટ એજન્ટ અથવા વેબસાઇટથી ટીકીટને બુક કરશો ત્યારે જ આ ઓફનો લાભ તમે ઉઠાવી શક્શો.

799 રૂપિયાથી શરૂ થશે ભાડું
આ ઓફર અંતર્ગત સૌથી ઓછું ભાડુ 799 રૂપિયાથી શરૂ થશે. વધુમા વધુ ભાડુ આ ઓફર હેઠળ 5500 રૂપિયા છે. એર એશિયાની વેબસાઇટ પર દિલ્હીને બાદ કરતા તમામ એરપોર્ટ પરથી ભાડા પ્રદર્શિત કરવામા આવ્યા છે. ઉદાહરણ તરીકે શ્રીનગરથી દિલ્હી માટે 1499મા ટીકીટ બુક કરી શકો છો પરંતુ દિલ્હીથી શ્રીનગર માટે કોઇપણ પ્રકારની ઓફર આપવામાં આવી નથી.