Air Asia Pilot Surprised his Parents While they Boarding Flight, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ફ્લાઈટમાં પાયલોટે આપી માતા-પિતાને સરપ્રાઇઝ, બધા થઈ ગયા ઇમોશનલ, જુઓ Video

ફ્લાઈટમાં પાયલોટે આપી માતા-પિતાને સરપ્રાઇઝ, બધા થઈ ગયા ઇમોશનલ, જુઓ Video

 | 12:02 pm IST

‘એર એશિયા’ના એક પાયલોટે તેમના માતા-પિતા માટે કંઈક એવું કે તેને જોઈ બધાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રિપોર્ટ મુજબ તાઇવાન જઈ રહેલી એર એશિયાની ફ્લાઇટમાં પાયલોટના માતા-પિતા તેના નાના ભાઈ સાથે મુસાફરી કરી રહ્યાં હતા.

ફ્લાઇટ ટેકઓફના પહેલા જ્યારે પાયલોટે એનાઉન્સમેન્ટ કરી તો સ્પીકરમાં અવાજ સાંભળીને માતા-પિતા હેરાન થઈ ગયા. કોકપિટમાં બેઠેલા પાયલોટે તેના માતા પિતાને કહ્યું કે તેઓ તેમને ઘણો પ્રેમ કરે છે અને એક યોગ્ય અને જવાબદાર વ્યક્તિ બનાવવા માટે તેમનો ધન્યવાદ કર્યો. ઉપરાંત પાયલોટે તેના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહન અને મદદ કરવા બદલ પણ માતા-પિતાનો આભાર માન્યો. પાયલોટની આ ભાવનાત્મક વાતો સાંભળી માતા-પિતા સમેત ફ્લાઈટના અન્ય મુસાફરો પણ ભાવુક થઈ ગયા.

માતા-પિતાના એક્સપ્રેશન અને આ સંપૂર્ણ ઘટનાને તેમના નાના દિકરાએ મોબાઇલ વીડિયોમાં કેદ કરી લીધી. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. રિપોર્ટ મુજબ આ વીડિયોને 43 લાખથી વધુ લોકોએ જોયો છે અને લગભગ 32 હજારથી વધુ શેર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન