Air Chief BS Dhanoa say if Rafale Inducted on Time Balakot Result would more in Our Favor
  • Home
  • Featured
  • વાયુસેનાના પ્રમુખે કહ્યું- તે સમય જો રાફેલ હોત તો બાલાકોટ હુમલાનું પરિણામ કંઈક બીજું હોત

વાયુસેનાના પ્રમુખે કહ્યું- તે સમય જો રાફેલ હોત તો બાલાકોટ હુમલાનું પરિણામ કંઈક બીજું હોત

 | 9:44 pm IST

વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ રાફેલને લઈ એક મોટું નિવેદન આપ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમને કહ્યું કે બાલાકોટ હવાઈ હુમલામાં તકનીક ભારતના પક્ષમાં હતી અને તે સમય જો રાફેલ લડાકુ વિમાન મળ્યા હોત તો પરિણામ દેશના વધુ પક્ષમાં હોત.

રિપોર્ટ મુજબ બી એસ ધનોઆએ આ નિવેદન ભવિષ્યની એરોસ્પેસ શક્તિ અને તકનીકીના પ્રભાવો પર આયોજિત એક સેમિનારને સંબોધિત કરતા આપ્યું હતું. તેમને કહ્યું કે,‘બાલાકોટ અભિયાનમાં અમારી પાસે તકનીક હતી અને અમે ઘણી સાવચેતી સાથે હથિયારોનો ઉપયોગ કરી રહ્યા હતા. પછી અમારી શક્તિ વધુ વધી કારણ કે અમે અમારા મિગ-21, બાઇસન અને મિરાજ-2000 વિમાનોને ઉન્નત બનાવ્યા હતા.’

ધનોઆએ વધુ ઉમેરતા કહ્યું કે,‘જો અમે સમય રહેતા રાફેલ વિમાનને સેનામાં સામેલ કરી લીધા હોત તો પરિણામ આપણા પક્ષમાં વધુ હોત.’ તમને જણાવી દઈએ કે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલ આતંકી હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ ક્ષેત્રમાં જૈશ-એ-મહોમ્મદની આતંકી છાવણીઓને ધ્વસ્ત કરી હતી. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. ધનોઆએ કહ્યું કે,‘રાફેલ અને એસ-400 જમીનથી હવામાં ટાર્ગેટ કરવા વાળી મિસાઇલ પ્રણાલીને સામેલ કર્યાના પ્રસ્તાવ હેઠળ આગામી બેથી ચાર વર્ષોમાં ફરીથી તકનીકી સંતુલન આપણા પક્ષમાં આવી જશે, જેવું 2002માં ઓપરેશન પરાક્રમ દરમિયાન થયું હતું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન